![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રૉમાન્સમાં ડુબી ઇરા ખાન, મસ્તીમાં ને મસ્તીમાં બૉયફ્રેન્ડને કરી દીધી KISS, તસવીર વાયરલ
નુપુરની આ તસવીર તેના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. તસવીરમાં નુપુર શિખર નીચે સુતેલો દેખાઇ રહ્યો છે, વળી, ઇરા ખાન મસ્તીમા ને મસ્તીમાં તેને પાછળથી ગળે વળગી રહી છે.
![રૉમાન્સમાં ડુબી ઇરા ખાન, મસ્તીમાં ને મસ્તીમાં બૉયફ્રેન્ડને કરી દીધી KISS, તસવીર વાયરલ Romance Overloaded: Aamir Khan Daughter Ira Khan romantic pictures viral with boyfriend nupur shikhar રૉમાન્સમાં ડુબી ઇરા ખાન, મસ્તીમાં ને મસ્તીમાં બૉયફ્રેન્ડને કરી દીધી KISS, તસવીર વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/29/4715e08ca76cf750d162c4f24b195892_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ira Khan Romance: બૉલીવુડ એક્ટર આમિર ખાનની દીકરી (Aamir Khan Daughter) ઇરા ખાન (Ira Khan ) હંમેશા કોઇને કોઇ કારણે ચર્ચામાં રહ્યાં કરે છે. ઇરા ખાન નુપુર શિખરની (nupur shikhar) સાથે ઓપન રિલેશનમાં છે. તે સમય સમય પર ફેન્સની સાથે ખાસ અંદાજમાં તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. તાજેતરમાં જ નુપુરે ઇન્સ્ટાગ્રામ પર ઇરા ખાન સાથે મસ્તી કરતી તસવીરો શેર કરી છે, જબરદસ્ત વાયરલ થઇ રહી છે.
નુપુરની આ તસવીર તેના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. તસવીરમાં નુપુર શિખર નીચે સુતેલો દેખાઇ રહ્યો છે, વળી, ઇરા ખાન મસ્તીમા ને મસ્તીમાં તેને પાછળથી ગળે વળગી રહી છે. તસવીરમાં નુપુર હંસતો દેખાઇ રહ્યો છે, જ્યારે ઇરા તેની સામે જોઇ રહી છે આ દરમિયાન ઇરા ખાન તેને કિસ કરે છે. નુપુરે સફેદ રંગની ટી-શર્ટ પહેરેલી છે, વળી ઇરાએ બ્લેક ટૉપ પહેરેલુ છે. ઇરા અને નુપુર એક બીજા સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવી રહ્યાં છે. ઇરાએ પૉસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું- આઇ લવ યૂ............
ઇરા ખાન નથી બનવા માંગતી એક્ટ્રેસ-
ઇરાએ પોતાના નિર્દેશનની શરૂઆત બે વર્ષ પહેલા યૂરિપીડેસ મેડિયા નામના શૉથી કરી હતી. ઇરા અને નુપુરે આ વર્ષની શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. તાજેતરમાં જ આ કપલ હિમાચલમાં પોતાનુ વેકેશન મનાવવા પહોંચ્યુ હતુ, અને ત્યાંથી કેટલીક તસવીરો પોતાના ફેન્સ સાથે શેર પણ કરી હતી. જુલાઇમાં ઇરાએ નુપુરની સાથે કેટલીય તસવીરો શેર કરી હતી, તેને કેપ્શનમાં લખ્યુ હતુ- તે એવો ડ્રામેબાજ છે...... આમિરની દીકરી ઇરા ખાન એક્ટ્રેસ નથી બનવા માંગતી. તેનો ઝૂકાવ નિર્દેશન તરફ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)