શોધખોળ કરો
ફેન્સ માટે ખુશખબર, પાંચ વર્ષ બાદ ટીવી પર વાપસી કરી રહી છે 'ગોપી વહૂ', આ સીરિયલમાં આવશે નજર
મીડિયા રિપોર્ટ પ્રમાણે જિયા માણેકે કમબેક માટે સુપરનેચરલ સીરિયલને પસંદ કરી છે અને તે 'મનમોહિની' સીરિયલમાં નજર આવશે.

મુંબઈ: ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયાની ગોપી વહુ જિયા માણેકના ફેન્સ માટે સારા સમાચાર છે. જિયા એકવાર ફરી નાના પડદા પર વાપસી કરી રહી છે. જિયા માણેકે ગોપીનો રોલ નિભાવી ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. જો કે થોડા સમય પછી તેણે આ શોને અલવિદા કહી દીધો હતો. પરંતુ પરી પાંચ વર્ષના લાંબા બ્રેક બાદ કરી ફેન્સ માટે ટીવીની દુનિયામાં વાપસી કરી રહી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે જિયા માણેકે કમબેક માટે સુપરનેચરલ સીરિયલને પસંદ કરી છે અને તે 'મનમોહિની' સીરિયલમાં નજર આવશે. આ સીરિયલમાં જીયાના પાત્રનું નામ ગોપિકા હશે. જિયા છેલ્લે સીરીયલ 'બડી દૂર સે આએ હૈ' માં જોવા મળી હતી.
જિયા માણેકે પોતાના પાત્રને લઈને જણાવ્યું કે તેનું નવુ પાત્ર ગોપી વહુ કરતા ખૂબજ અલગ હશે. ગોપી અને ગોપિકા બન્ને પાત્રોમાં ઘોણો તફાવત છે.
ઉલ્લેખનીય છે કે જીયા અમદાવાદની છે અને ગુજરાતી પરિવારની છે. છેલ્લાં પાંચ વર્ષોમાં જીયા કદાચ નાના પડદે ભલે ન દેખાઈ હોય પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.View this post on Instagram“Keh doo tumhe ????,ya chup rahu?Dil mein mere aaj kya hai ..... #oldisgold #rdburman #memories
વધુ વાંચો





















