શોધખોળ કરો
કરન જોહરની ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’માં ફવાદ ખાનની જગ્યાએ જોવા મળશે સૈફ અલી ખાન

મુંબઈ: શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈસ’ માં માહિરા ખાનને રિપ્લેસ કરવામાં આવી ત્યારબાદ કરન જોહરની ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’ માં ફવાદ ખાનને પણ રિપ્લેસ કરવાના સમાચાર સામે આવ્યા છે. કરન જોહરના નિર્દેશનમાં બનેલી ‘એ દિલ હે મુશ્કિલ’ આ દિવાળી પર રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ થવાના પહેલા જ તેને વિરોધનો સામનો કરવો પડ્યો છે. સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ કરન જોહર ફવાદ ખાનની જગ્યા પર સૈફ અલી ખાનને બદલી શકે છે. આ સાથે ફિલ્મની હિરોઈન અનુષ્કા શર્મા અને એશ્ર્વર્યા રાય બચ્ચનના ફિલ્મમાં પાકિસ્તાની હોવાના બેકગ્રાઉન્ડને પણ બદલી શકે છે. સુત્ર પાસેથી મળેલી જાણકારી મુજબ હાલ દેશમાં એન્ટી પાકિસ્તાની માહોલ ચાલી રહ્યો છે, જેના કારણે કરણ જોહરને ડબલ મારનો સામનો કરવો પડ્યો છે.
વધુ વાંચો





















