મુંબઈઃ સલમાન ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ભારતના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના અંતિમ શેડ્યૂઅલનું શૂટિંગ ચાલી રહ્યું છે. મુંબઈના ફિલ્મ સીટીમાં તેનું શૂટિંગ ચાલી રહ્યું છે. કેટરીના અને સલમાનની જોડી એક વખત ફરી પડદા પર જોવા મળશે. પરંતુ કેટરીનાને લઈને એક અહેવાલ સામે આવ્યો છે.
2/3
એક સમયે સલમાન ખાન અને કેટરિના એક-બીજાને ડેટ કરતાં હતાં. બન્ને અલગ થયા તેની પાછળ રણબિર કપૂરને જવાબદાર ગણવામાં આવતો હતો. કેટરિના અને રણબીરની બીચ હોલિડેની તસવીરો વાયરલ થઇ હતી. જે અંગે સલમાને કહ્યું હતું કે, લોકોએ પોતાની લાઇફ આ રીતે બહાર ન લાવી જોઇએ. જોકે, હવે ફરી આ અંગે સલમાને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
3/3
ઇન્ડિયા ટીવીના એક શોમાં સલમાને કહ્યું કે, તે તસવીર નકલી હતી. તેની સાથે છેડછાડ કરાઇ છે. તે પબ્લિસિટી સ્ટંટ હતું. મને લાગે છે કે તે રણબીર તો હશે પરંતુ મને તે કેટરિના નથી લાગતી. મોર્ફ્ડ તસવીરો. સલમાને કહ્યું કે, વિચાર કરો કોઇ પર્સનલ હોલિડે પર ગયું છે અને તેની તસવીરો પાડી નાંખી દેવાઇ છે. કેટલું બકવાસ છે. આ આપણી માતા-બહેનો સાથે પણ થઇ શકે છે.