ઉલ્લેખનીય છે કે, નિર્માતાઓને ફિલ્મથી મોટા કલેક્શનની આશા છે, પરંતુ આ ફિલ્મે પોતાનો ખર્ચો પહેલાથી કાઢી લીધો છે. ડીએનએના અહેવાલ અનુસાર ફિલ્મની પ્રોડક્શન કોસ્ટ પહેલા જ નીકળી ગઈ છે. આ ફિલ્મ સેટેલાઈટ રાઈટ્સના મામલે દંગલને માત આપી ચૂકી છે. રેસ-3ના સેટેલાઈટ રાઈટ્સ અંદાજે 130 કરોડ રૂપિયામાં વેચાયા છે.
2/5
એક ડિસ્ટ્રિબ્યૂટરે જણાવ્યું, આ ખૂબ જ નાનું ટીઝર છે જે માત્ર 1.15 મિનિટનું જ છે. ઇદના અવસર પર તેને રિલીઝ કરવામાં આવશે અને તેની અસર વ્યાપક હશે.
3/5
પિંકવિલાના એક અહેવાલ અનુસાર આ એક ડાન્સ સીન છે જેમાં બન્ને કલાકાર રિંગની અંદર ડાન્સ કરતાં જોવા મળે છે. અહેવાલ અનુસાર કેટલાક પસંદગીના ડિસ્ટ્રિબ્યૂટર્સ અને એક્ઝિબિટર્સ માટે મંગળવારે મુંબઈમાં આ ટીઝર વીડિયોનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું.
4/5
અહેવાલ અનુસાર ઝીરોના ટીઝર વીડિયોમાં બન્ને એક્ટર્સ સાથે જ જોવા મળશે. ટીઝરમાં એક સીન છે જેમાં બન્ને કલાકાર બોક્સિંગ રિગમાં સાથે જોવા મળશે.
5/5
મુંબઈઃ સુપરસ્ટાર સલમાન ખાન અને શાહૂરખ ખાન ટૂંકમાં જ એક કતી ફરી પડદા પર સાથે જોવા મળશે. ફિલ્મ રેસ-3 રિલીઝની સાથે જ આનંદ એલ. રાયના ડિરેક્શનમાં બની રહેલ શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોનું ટીઝર વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યું છે.