શોધખોળ કરો
સલમાન ખાને ‘દબંગ 3’ના આ કો-સ્ટારને ગિફ્ટમાં આપી 1.5 કરોડ રૂપિયાની BMW કાર, એક્ટરે શેર કરી તસવીર
આ પહેલીવાર નથી જ્યારે સલમાને સુદીપને ભેટ આપી હોય. આ પહેલા તેણે બ્લેક કલરનું જેકેટ ગિફ્ટમાં આપ્યું હતું જેમાં તેની પાછળ તેના ફેવરિટ પેપની તસવીર હતી.

મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને દબંગ-3માં પોતાના કો-સ્ટાર કિચ્ચા સુદીપને ફિલ્મની સફળતા બાદ 1 કરોડથી પણ વધારે કિંમતની કાર ગીફ્ટ કરી છે. અહેવાલ અનુસાર, દબંગ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવનાર અભિનેતા સુદીપને સલમાને 1.54 કરોડ રૂપિયાની બીએમડબલ્યૂની કાર ભેટમાં આપી છે.
સુદીપે ઇન્સ્ટાગ્રામ પર સલમાન ખાનની સાથે નવી કારની તસવીર શેર કરી છે. સાથે જ તેણે કહ્યું કે, ‘ભારત’ સ્ટારની સાથે કામ કરવું તેના માટે સન્માનની વાત છે. તસવીરના કેપ્શનમાં એક્ટરે લખ્યું, “જ્યારે તમે સારું કરો છો તો તમારી સાથે સારું થાય છે. સલમાન ખાન સરે મને આ પંક્તિઓ પર વિશ્વાસ કરવાનું શીખવાડી દીધું જ્યારે તેમની સાથે આ સરપ્રાઈઝ મારા ઘરની સામે ઉભી હતી.”
આ પહેલીવાર નથી જ્યારે સલમાને સુદીપને ભેટ આપી હોય. આ પહેલા તેણે બ્લેક કલરનું જેકેટ ગિફ્ટમાં આપ્યું હતું જેમાં તેની પાછળ તેના ફેવરિટ પેપની તસવીર હતી. સુદીપે આ તસવીર પણ શેર કરી હતી અને સલમાનનો આભાર માન્યો હતો.
સુદીપે વધુમાં લખ્યું છે કે, મારા અને મારા પરિવાર પર આટલો પ્રેમ વરસાવવા માટે તમારો આભાર સર. તમારી સાથે કામ કરવું અને તમારૂં અમને મળવા આવવું તે સન્માનની વાત છે’.Good always happens when u do good.@beingsalmankhan made me believe this line further with this surprise landing at home along with him. BMW M5 🤗. Thank u for the luv u have showered on me n my family sir. It was an honour to have worked with u n to have had u vist us.🤗🤗🥂 pic.twitter.com/tavTR07M29
— Kichcha Sudeepa (@KicchaSudeep) January 7, 2020

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
દુનિયા
Advertisement
