સલમાન ખાને સોનાક્ષી સિંહા સાથે કરી લીધાં લગ્ન ? બંનેનાં લગ્નની તસવીર થઈ વાયરલ
સલમાન ખાન પોતાની જાતને સિંગલ ગણાવતો રહ્યો છે પરંતુ તે ઘણીવાર તેની મિત્ર યુલિયા વંતુર સાથે જોવા મળે છે. આથી એવી અટકળો ચાલી રહી છે કે સલમાન અને યૂલિયા રિલેશનશિપમાં છે.
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. સલમાન ખાન ઘણો લોકપ્રિય છે પરંતુ તેણે હજુ લગ્ન કર્યા નથી. સલમાનના ફેન્સ હંમેશા તેના લગ્નની ચર્ચા કરે છે. જો કે સલમાન ખાનનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે, પરંતુ તે હંમેશા પોતાને સિંગલ કહે છે. જો કે અગાઉ સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની તસવીર વાઈરલ થઈ ગઈ હતી, તે જોઈને સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઈ ગઈ કે બંનેએ લગ્ન કરી લીધા.
આ તસવીર વાયરલ થયા બાદ સલમાનના ફેન્સ પણ આ તસવીર પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તસવીરમાં સલમાન ખાન દુલ્હનના ડ્રેસમાં ઉભેલી સોનાક્ષી સિન્હાને વીંટી પહેરાવતો જોવા મળે છે. જો કે આ વાયરલ તસવીરનું સત્ય અલગ છે. તસવીરને ધ્યાનથી જોતા ખબર પડે છે કે આ ફોટો ફોટોશોપ પર એડિટ કરવામાં આવ્યો છે. તેથી, સલમાન ખાન અને સોનાક્ષી સિંહાના લગ્નના સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા છે.
સલમાન ખાન પોતાની જાતને સિંગલ ગણાવતો રહ્યો છે પરંતુ તે ઘણીવાર તેની મિત્ર યુલિયા વંતુર સાથે જોવા મળે છે. આથી એવી અટકળો ચાલી રહી છે કે સલમાન અને યૂલિયા રિલેશનશિપમાં છે.
તે જ સમયે, સોનાક્ષીનું નામ ઝહીર ઇકબાલ સાથે જોડવામાં આવી રહ્યું છે. જોકે, સોનાક્ષીએ ઝહીર સાથેના સંબંધોને નકારી કાઢ્યા છે. દબંગ ગર્લ તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ઝહીર સાથે રિલેશનશિપમાં નથી. ઝહીર માત્ર તેનો સારો મિત્ર છે. જ્યારે બંને કોઈ બીજા સાથે રિલેશનશિપમાં છે ત્યારે કોઈ ફેન્સે આ તોફાન કર્યું જ હશે.
સલમાન સાથે જોડાયેલી આ અભિનેત્રીઓના નામ
તમને જણાવી દઈએ કે સલમાન ખાને બિગ બોસ 15માં ઈશારો કર્યો હતો કે તે રિલેશનશિપમાં છે. ત્યારથી ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. યૂલિયા પહેલા સલમાન ખાન ઘણી અભિનેત્રીઓ સાથે રિલેશનશિપમાં રહ્યો છે. જેમાં ઐશ્વર્યા રાયનું નામ ટોપ પર આવે છે. તે પછી કેટરીના કૈફ, ઝરીન ખાન, જેકલીન ફર્નાન્ડીઝ સાથે પણ સલમાન ખાનનું નામ જોડાયું છે.