શોધખોળ કરો
Advertisement
Break Up બાદ બોયફ્રેન્ડ પર આ બોલિવૂડ એક્ટ્રેસના ગંભીર આરોપ, કહ્યું- તેણે નાની છોકરીને પ્રેગ્નેટ કરી હતી...
સનાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવીને મેલવિનને લઈને દરેક વાત કહી હતી.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સના ખાન વિતેલા ઘણાં દિવસથી પોતાની પર્શનલ લાઈફને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેણે પોતાના બોયફ્રેન્ડ મેલવિન લુઇસ સાથે બ્રેકઅપ કર્યું છે અને તેની સાથે જ તેણે મેલવિનને લઈને કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સનાએ કહ્યું કે, મેલવિન તેની સાથે ચીટ કરી રહ્યો હતો. હવે સનાએ જે લેટેસ્ટ ખુલાસો કર્યો છે તે સાંભલીને તમે પણ ચોંકી જશો.
સનાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવીને મેલવિનને લઈને દરેક વાત કહી હતી. તેણે કહ્યું કે, કેવી રીતે મેલવિન પોતાની ટીમની યુવતીઓની સાથે મળીને તેને ચીટ કરી રહ્યો હતો. લાઇવ દરમિયાન સના ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ તી અને તેણે લાઇવ બંધ કરી દીધુ હતુ. લાઇવ બાદ સનાએ એક પોસ્ટ કરીને લખ્યું, હું એ જાણીને ખૂબ જ શોક્ટ છું કે તેણે એક નાની છોકરીને પ્રેગ્નેન્ટ કરી દીધી હતી. તે સ્ટૂડન્ટ્સની સાથે ફ્લર્ટ કરતો હતો.
સનાએ લાઇવમાં માલવિન વિશે કહ્યું હતું કે, તેને દારૂ પીવાની આદત છે અને સનાની સામે તે ખોટું બોલતો હતો કે તેણે દારૂ છોડી દીધો છે તે ખરેખરમાં દારૂ બીજી રીતે પીતો રહેતો હતો. સનાએ લાઇવ ચેટમાં કહ્યું હતું, ‘તે મારા પર અનેક પ્રતિબંધ લગાવતા કે મારે કોની સાથે શો કરવો, કોની જોડે વાત કરવી. પણ પોતે કદી કોની સાથે શૂટિંગ કરી રહ્યા છે કે શું કરે છે તે નહતા જણાવતા."
સના ખાને બિગ બોસ શોમાં પણ આ પહેલા નજર આવી ચૂકી છે. અને તે સલમાન ખાનની ફિલ્મ જય હોમાં પણ કામ કરી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement