શોધખોળ કરો
Advertisement
જનતા કર્ફ્યૂના દિવસે આ બોલિવૂડ એક્ટ્રેસના પિતાનું નિધન, લોકડાઉનને કારણે વિદેશમાં ફસાતા ન કરી શકી અંતિમ દર્શન
સનાએ ચાઈલ્ડ આર્ટિસ્ટ શાહરૂખ ખાનની સાથે ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં અંજલિ નામની બાળકીની ભૂમિકા ભજવી હતી.
મુંબઈઃ એક્ટ્રેસ સના સઈદના હાલમાં પરેશાન છે અને ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. જનતા કર્ફ્યૂના દિવસે સના સઈના પિતા અને ઉર્દૂ કવિ અબ્દુલ અહદ સઈદનું લાંબી બીમારી બાદ નિધન થયું. લોકડાઉનને કારણે સના લોસ એન્જલેસમાં ફસાઈ ગઈ જેના કારણે તે પોતાના પિતાના અંતિમ દર્શન પણ ન કરી શકે.
એક બાજુ સેલેબ્સ હાલમાં લોકડાઉનને કારણે કામમાંતી લાંબા બ્રેક પર પોતાના પરિવારની સાથે સમય પસાર કરી રહ્યા છે ત્યારે સના ખૂબ જ પરેશાન છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીતમાં સના સઈને કહ્યું, “મારા પિતા શુગર પેશન્ટ હતા, અને તેના કારણે તેના અનેક અંગો કામ કરતા બંધ થઈ ગયા હતા. લોસ એન્જલેસમાં મને સવારે 7 કલાકે તેમના મોતના સમાચાર મળ્યા. હું એ સમયે મારા ઘરે આવીને માતા અને બહેનને ગળે લગાવવા માગતી હતી. જે પરિસ્થિતિઓમાં મેં મારા પિતાને ગુમાવ્યા, તે ખૂબ જ દર્દનાક છે. પરંતુ હું એ વાત જાણું છું કે તે ખૂબ જ દર્દમાં હતા અને તે નિશ્ચિત રીતે હવે તે એક સારી જગ્યા પર છે.”
કહેવાય છે કે, જનતા કર્ફ્યૂને કારણે એ દિવસે ગણાં ઓછા લોકોની હાજરમાં જ સનાના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર વિશે વાત કરતાં સનાએ કહ્યું, “મારા પરિવારે એ દિવસે અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો અને અમારી પાસે માત્ર ત્રણ કલાક હતા. રસ્તામાં તેમને પોલીસે ચેક કરવા માટે રોક્યા, પરંતુ મૃત્યુનું સર્ટિફિકેટ બતાવવા પર તેમને મંજૂરી આપી દીધી. હું ત્યાં હાજર ન હતી પરંતુ મારી બહેન બધી વાતની જાણકારી મને આપતી રહેતી હતી.”
તમને જણાવીએ કે, સનાએ ચાઈલ્ડ આર્ટિસ્ટ શાહરૂખ ખાનની સાથે ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં અંજલિ નામની બાળકીની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકાએ તેને સારી એવી લોકપ્રિયતા અપાવી હતી.
ત્યાર બાદ સનાએ 200માં ‘બાદલ’ અને ‘હર દિલ જો પ્યાર કરેગા’માં જોવા મળી હતી. જોકે આ ફિલ્મો કંઈ ખાસ ચાલી ન હતી. 2012માં રિલીઝ થયેલ કરણ જૌહરની ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’માં પણ સના જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion