શોધખોળ કરો
Advertisement
સંજય દત્ત હોસ્પિટલમાંથી થયો ડિસ્ચાર્જ, શ્વાસ લેવામાં તકલીફને લઈ થયો હતો દાખલ
સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ 8 ઓગસ્ટે સાંજે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સંજય દત્ત મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી આજે ડિસ્ચાર્જ થયો હતો. આ દરમિયન હોસ્પિટલ પાસે મીડિયા કર્મીઓ સામે હાથ હલાવીને તેમનો આભાર માન્યો હતો. સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ 8 ઓગસ્ટે સાંજે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં તેનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો. સંજય દત્તે ખૂદ હોસ્પિટલમાં દાખલ થયાની જાણકારી પોતાના ટ્વિટક એકાઉન્ટથી આપી હતી.
તેણે ક્હ્યું હતું, હું તમામને કહેવા માંગુ છું હાલ હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખમાં છું અને મારો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. લીલાવતી હોસ્પિટલમાં ડોક્ટર્સ, નર્સ અને તમામ સ્ટાફની મદદથી હું જલદી ઘરે પહોંચી જઈશ. શુભકામનાઓ માટે તમામનો આભાર.
સંજય દત્તની ફિલ્મોની વાત કરીએ તો છેલ્લે 2019માં પાનીપતમાં નજરે પડ્યો હતો. હાલ તે અનેક પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે.આજે જ તેની આગામી ફિલ્મ સડડક 2નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે.
ઝારખંડમાં સલૂન માલિકોએ કેમ કર્યુ વિરોધ પ્રદર્શન ? જાણો શું છે મામલો
શું બેઅસર સાબિત થયું લોકડાઉન ? આ રાજ્યોમાં વધ્યો સંક્રમણ દર, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement