શોધખોળ કરો
આમિર ખાનને ઓફર થઇ હતી ફિલ્મ 'સંજુ', પણ આ એક્ટરના કારણે પાડી દીધી ના
1/5

2/5

આમિરે આગળ કહ્યું કે, દત્ત સાહેબની ભૂમિકા પણ પોતાના માટે ખાસ હતી, પણ મને ફિલ્મમાં સંજય દત્તનો રૉલ વધુ ગમ્યો હતો. એટલા માટે રાજુને કહી દીધુ કે પ્લીઝ મને આ ફિલ્મમાં કોઇ રૉલ ઓફર ના કરો, કેમકે હું નહીં કરી શકું. સંજય દત્તનો રૉલ હું કરી નથી શકતો કેમકે તે રણબીર કપૂર કરી રહ્યો છે. હું જાણું છું રણબીરે ફિલ્મમાં ખુબ સારુ કામ કર્યુ છે.
3/5

આમિરે કહ્યું, મને રાજુએ ફિલ્મની સ્ક્રીપ્ટ ઓફર કરી હતી અને જ્યારે મે સ્ક્રીપ્ટ વાંચી તો તેમાં સંજય દત્તનો રૉલ મને ખુબ ગમ્યો. ફિલ્મની સ્ક્રીપ્ટ ખુબ સારી રીતે લખવામાં આવી હતી. રાજુ મારી પાસે આવ્યા હતા અને તેમને કહ્યું હતું હતું કે, તે ઇચ્છે છે કે હું ફિલ્મમાં દત્ત સાહેબની ભૂમિકા નિભાવું. આ ફિલ્મમાં પિતા અને પુત્રના સંબંધને ખુબ સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે.
4/5

આમિર ખાને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ફિલ્મ સંજુ મને ઓફર કરવામાં આવી હતી પણ ફિલ્મ કરવાની મેં ના પાડી દીધી, કેમકે તેમને સંજય દત્તનો રૉલ કરવો હતો.
5/5

નવી દિલ્હીઃ બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે આગવી ઓળખ ઉભી કરનારા સ્ટાર એક્ટર આમિર ખાને સંજયદત્ત ઉપર બની રહેલી ફિલ્મ વિશે એક મહત્વની વાત કહી છે. તેમને કહ્યું કે, મને ફિલ્મ સંજુ આફર થઇ હતી જોકે, મે રણબીરના કારણે ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 30 વર્ષની ફિલ્મી કેરિયરમાં આમિરે અનેક પ્રકારના રૉલ કર્યા છે અને તેમાં સફળતા પણ મળી છે.
Published at : 24 May 2018 11:05 AM (IST)
Tags :
Ranbir Kapoor And SanjuView More





















