Fact check:હાર્દિક પાંડ્યા સાથે સારા અલી ખાને સેલિબ્રેટ કરી ક્રિસમસ, તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
Fact-check:અમને હાર્દિક પંડ્યા સારા અલી ખાન સાથે નાતાલની ઉજવણી કરતા હોય તેવા કોઈ સમાચાર કે ચિત્રો મળ્યા નથી.
Fact-check:
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેતા સારા અલી ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
દાવોઃ આ તસવીરો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિક અને સારાએ સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી.
આ પોસ્ટનું આર્કાઇવ અહીં જુઓ
(સ્રોત – સ્ક્રીનશોટ/ફેસબુક)
આવા અન્ય દાવાના પોસ્ટની આર્કાઇવ આપ અહીં, અહીં અને અહીં જોઇ શકો છો)
શું આ દાવો સાચો છે? ના, આ દાવો સાચો નથી, આ તસવીરો વાસ્તવિક નથી પરંતુ AIની મદદથી બનાવવામાં આવી છે.
સત્ય કેવી રીતે શોધી કાઢ્યું? આ તસવીરોને ધ્યાનથી જોયા બાદ અમને ઘણી ખામીઓ જોવા મળી, જે ઘણીવાર AIની મદદથી બનેલી તસવીરોમાં જોવા મળે છે.
સારા અલી ખાન અને હાર્દિક પંડ્યાની આંગળીઓ વાસ્તવિક નથી દેખાતી
વાયરલ ફોટામાં ખામીઓ જોઈ શકાય છે.
(સોર્સ – સ્ક્રીનશોટ/ફેસબુક)
અહીંથી અનુમાન લગાવીને, અમે આ તસવીરો Hive Moderation પર અપલોડ કર્યા છે, જે AI ડિટેક્શન ટૂલ છે. Hive Moderation નો અંદાજ છે કે આ ફોટો AI દ્વારા બનાવવામાં આવે તેવી 85 ટકા શક્યતા છે.
Hive Moderation નો અંદાજ છે કે, આ ફોટો AI દ્વારા બનાવવામાં આવ્યો હોવાની 85 ટકા સંભાવના છે.
(સોર્સ – સ્ક્રીનશૉટ/Hive Moderation)
આ પછી અમે તેને AI OR NOT નામના AI ડિટેક્શન ટૂલ પર પણ ચેક કર્યું. જ્યાં AI દ્વારા આ તસવીર બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
- Is IT AI ? નામના ટૂલ ડિટેક્શન વેબસાઇટે પણ આ ફોટો AI દ્વારા બનાવવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરી છે.
ન્યુઝ રિપોર્ટ :આ પછી અમે આ દાવા સંબંધિત અહેવાલોની શોધ કરી પરંતુ અમને હાર્દિક પંડ્યાએ સારા અલી ખાન સાથે ક્રિસમસની ઉજવણી કરી હોવાના કોઈ સમાચાર કે તસવીર મળી નથી.
અમને સારા અલી ખાનની તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ મળી. આ પોસ્ટમાં સારાએ કહ્યું હતું કે, તેણે પોતાના પરિવાર અને નજીકના મિત્રો સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી પરંતુ હાર્દિક પંડ્યા આ તસવીરોમાં ક્યાંય જોવા મળ્યો નથી.
View this post on Instagram
-હાર્દિક પંડ્યાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ક્રિસમસની ઉજવણીની તસવીરો પણ પોસ્ટ કરી હતી. તે પોતાના પરિવાર સાથે ક્રિસમસ પણ સેલિબ્રેટ કરી રહ્યો હતો અને સારા અલી ખાન આ તસવીરોમાં ક્યાંય જોવા મળી ન હતી.
View this post on Instagram
-નિષ્કર્ષ: હાર્દિક પંડ્યા અને સારા અલી ખાનની સાથે ક્રિસમસની ઉજવણી કરતી વાયરલ તસવીરો વાસ્તવિક નથી પણ નકલી છે, આ તસવીરો AIની મદદથી બનાવવામાં આવી છે.
Disclaimer: આ સમાચારનું ફેક્ટ ચેક ધ ક્વિન્ટ એ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)