શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનમાં સૌથી વધુ સર્ચ કરાઈ બોલિવૂડની આ એક્ટ્રેસ, જાણો વિગત
ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલી હસ્તીઓમાં અભિનંદન, લતા મંગેશકર, રાનુ મંડલ, વિક્કી કૌશલનું નામ છે.
નવી દિલ્હી: ગુગલ ઈન્ડિયાએ 2019માં સૌથી વધુ સર્ચ કરાયેલી વ્યક્તીઓના નામની યાદી બુધવારે જાહેર કરી હતી. ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલી હસ્તીઓમાં અભિનંદન, લતા મંગેશકર, રાનુ મંડલ, વિક્કી કૌશલનું નામ હતું. હવે ગુગલે પાકિસ્તાનમાં પણ સૌથી વધુ સર્ચ થયેલી હસ્તીઓના નામની જાહેરાત કરી છે. જેમાં બોલિવૂડની એક્ટ્રેસનો પણ સમાવેશ થયો છે. જેને પાકિસ્તાનીઓએ સૌથી વધુ સર્ચ કરી છે.
પાકિસ્તાનમાં સૌથી વધુ સર્ચ કરાયેલી વ્યક્તિની ટૉપ 10 લિસ્ટમાં બૉલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પણ છે. સારા ટોપ ટેનમાં છઠ્ઠા નંબરે છે. હવે પાકિસ્તાનની સર્ચ લિસ્ટને જોતા એવું કહી શકાય છે કે દેશની બહાર પણ તેની લોકપ્રિયતા વધી રહી છે
સારાએ ફિલ્મ ‘કેદારનાથ’ થી બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેના બાદ તે રણવીર સિંહ સાથે ‘સિમ્બા’ ફિલ્મમાં નજર આવી હતી જે બૉક્સ ઓફિસ પર હિટ રહી હતી. અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તે ફિલ્મ ‘લવ સ્ટોરી આજકલ’માં નજર આવશે. આ સિવાય વરુણ ધવન સાથે ‘કુલી નંબર 1’ માં નજર આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement