આ ફિલ્મમાં સારાએ કિસિંગ સીન પણ આપ્યા છે. તો ફિલ્મ પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ ફિલ્મને ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાના આરોપનો પણ સામનો કરવો પડ્યો છે.
2/5
ઉલ્લેખનીય છે કે સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપુતની ફિલ્મ ‘કેદારનાથ’ આ વર્ષે 7 ડિસેમ્બરનાં રોજ રીલીઝ થશે. ‘કેદારનાથ’ એક લવ સ્ટોરી છે, જો ઉત્તરાખંડમાં આવેલા પુરનાં બેકગ્રાઉન્ડ પર બની છે. આ ફિલ્મને રૉની સ્ક્રુવાલા અને પ્રજ્ઞા કપૂર મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ ઉત્તરાખંડમાં થયું છે.
3/5
સારાએ પોતાના હાથે લેટર લખીને સોશિયલ મીડિયા પર મીડિયા અને ફૉટોગ્રાફર્સનો આભાર માન્યો છે. એટલું જ નહીં તેમને કૉફી પર ઇનવાઇટ પણ કર્યા છે. સારા કહે છે, ‘ડેબ્યૂ પહેલા તેને આટલુ અટેન્શન આપવા માટે આભાર. જો તમારી પાસે સમય હોય તો મારી સાથે એક કપ કૉફી પીવો….હું તમારી આભારી રહીશ.’ સારાનો આ લેટર સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.
4/5
સારાને જોઇને કોઈ એવું નહીં કહે કે તે ડેબ્યૂ એક્ટ્રેસ છે. પોતાની સુંદરતા અને સાદગીભર્યા નેચરનાં કારણે તે મીડિયામાં ચર્ચામાં રહે છે. સારાને એ વાતનો અહેસાસ થઈ ગયો છે કે દિવસ-રાત તેના ફૉટો ક્લિક કરતા અને તેના વિશે લખનારા પત્રકારો તેની જિંદગીનો ભાગ છે અને આ માટે સારાએ તેમના માટે કંઇક ખાસ કરવાનું નક્કી કર્યું છે.
5/5
મુંબઈઃ અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન પોતાની ફિલ્મ ‘કેદારનાથ’નાં કારણે ચર્ચામાં છે. ‘કેદારનાથ’ ફિલ્મને રીલીઝ થવામાં 2 દિવસ જ બાકી છે. આવામાં સારા પોતાની ફિલ્મનાં પ્રમોશન માટે કોઇપણ કસર બાકી રાખવા માંગતી નથી. તે અવાર-નવાર ટીવી શો અને ઇન્ટરવ્યૂમાં જોવા મળતી હોય છે. સારા અલી ખાનનું સારું હિંદી અને આત્મવિશ્વાસ તેના ઇન્ટરવ્યૂમાં જોવા મળે છે.