શોધખોળ કરો
Advertisement
Sean Connery Death: જેમ્સ બૉન્ડની ભૂમિકા ભજવનાર એક્ટર સીન કૉનરીનું 90 વર્ષની વયે નિધન
જેમ્સ બૉન્ડ ફિલ્મોમાં પોતાની સફળ એક્ટિંગથી લોકપ્રિય બનેલા એક્ટર સીન કૉનરીનું 90 વર્ષી વયે નિધન.
નવી દિલ્હી: હોલિવૂડની જેમ્સ બૉન્ડ ફિલ્મોમાં પોતાની સફળ એક્ટિંગથી લોકપ્રિય બનેલા એક્ટર સીન કૉનરીનું 90 વર્ષી વયે નિધન થયું છે. તેમણે સાત ફિલ્મોમાં બોન્ડની ભૂમિકા ભજવી હતી. કૉનરીને બૉન્ડની ફિલ્મોના કારણે ખૂબજ લોકપ્રિયતા મળી હતી. સીન કૉનરી દર્શકોના દિલો દિમાગ પર છવાયેલા રહ્યાં હતા.
સ્કૉટિશ મૂળના અભિનેતા સીન કૉનરીને ઑસ્કાર, બાફ્ટા અને ત્રણ ગોન્ડન ગ્લોબ સહિત અનેક પુરસ્કાર મળ્યા હતા. કૉનરીએ ‘ધ વિન્ડ એન્ડ ધ લાયન’, ધ મેન હૂ વૂડ બી કિંગ અને ઈન્ડિયાના જૉન્સ એન્ડ લાન્ટ ક્રુસેડ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.
સીન કૉનરીને 1987માં ફિલ્મ ‘ધ અનટચેબલ્સ ’ માટે સપોર્ટિંગ એક્ટર તરીકે ઑસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં તેમણે આઈરિસ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી. પોતાના લાંબા કેરિયરમાં કૉનરી હંમેશા ડિમાન્ડમાં રહ્યા. 1999માં તેમને પીપલ મેગઝીન દ્વારા સ્માર્ટેસ્ટ મેન ઓફ સેન્ચુરી તરીકે પણ પસંદગી પામ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement