શોધખોળ કરો
Advertisement
દીપિકા પાદૂકોણે જાહેરમાં કયા એક્ટરને ગળે મળીને ગાલ પર કિસ કરી, તસવીરો આવી સામે
મુંબઈ: અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર એવા સ્ટાર્સ છે જેમની ઓનસ્ક્રીન જોડી ચાહકોને ખૂબ જ પસંદ છે. અહીંયા સુધી કે જ્યાં સુધી દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન નહોતા કર્યાં ત્યાં સુધી લોકો બીટાઉનની આ ટોપ એક્ટ્રેસ સાથે રણબીરના પેચઅપ અને બાદમાં લગ્નની આશા કરી રહ્યા હતા. આ બંને સ્ટાર્સના રિલેશનમાં એક સમયે તિરાડ પડી હતી પરંતુ આજે પણ તેમનું બોન્ડીંગ અને મિત્રતા ફરી પહેલા જેવી જોવા મળે છે.
હકીકતમાં દીપિકા અને રણબીર હાલમાં જ એક એડ શૂટના સેટ પર સાથે જોવા મળ્યા હતાં. અહીંથી જતી વખતે તેમણે એકબીજાના નિકટના મિત્રોની ગળે મળ્યાં અને ગાલ પર કિસ કરી હતી. તેમના આ હગ અને કિસની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
રિલેશનશિપના મામલામાં પોત-પોતાની લવ લાઈફમાં આગળ વધી ચૂકેલા રણબીર અને દીપિકા આ દરમિયાન ખૂબ જ સહજ લાગી રહ્યા હતા. ચાહકો પણ તેમના તરફ જોવાથી પોતાને રોકી નહોતા શક્યા. એક યુઝરે એમ પણ લખ્યું કે, રણવીરને ભૂલ જાવ. દીપિકા અને રણબીરની જોડી બેસ્ટ છે.
જોકે કેટલાંક લોકો એવા પણ રહ્યા જેમને દીપિકા અને રણબીરનું સ્વીટ જેસ્ચર પસંદ ન આવ્યું હતું. તેમણે કોમેન્ટ કરી કે એક્સને આવી રીતે ગળે લાગવાની જરૂર નહોતી. તો અમુકે ફની કોમેન્ટ કરતાં લખ્યું હતું કે, રણબીરે આલિયા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement