શોધખોળ કરો
Advertisement
આ દિગ્ગજ એક્ટ્રેસે નરેન્દ્ર મોદીને આપી જીતની શુભેચ્છા, લોકોએ કરી ટ્રોલ, જાણો કેમ
થોડા સમય પહેલા ચૂંટણી મહોલ દરમિયાન શબાના બેગુસરાયથી સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમાર માટે પ્રચાર કરવા પણ ગઈ હતી.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. લોકોએ ફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને સત્તા સોંપી છે. એનડીએને બહુમત કરતાં પણ વધારે સીટ મળી છે અને કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના સુંપડા સાફ થઈ ગયા છે. મોદીની જીત પર બોલિવૂડમાંથી શુભેચ્છા સંદેશ આવી રહ્યા છે. અભિનંદન પાઠવનારાઓમાં જાવેદ અખ્તરની પત્ની શબાના આઝમી પણ સામેલ છે. જોકે સોશિયલ મીડિયા પર મોદીને જીતની શુભેચ્છા આપવા પર શબાનાને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
થોડા સમય પહેલા ચૂંટણી મહોલ દરમિયાન શબાના બેગુસરાયથી સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમાર માટે પ્રચાર કરવા પણ ગઈ હતી. પરંતુ ગુરુવારે ચૂંટણી પરિણામમાં નરેન્દ્ર મોદીની સત્તામાં વાપસી થતા શબાનાએ પીએમ મોદીને શુભેચ્છા આપી. આ વાત માટે ટ્રોલર્સે શબાના પર નિશાન સાધ્યું.
What a strong mandate the people of India have given. Congratulations @narendramodi and NDA led by BJP.
— Azmi Shabana (@AzmiShabana) May 23, 2019
pareshani to bahut ho rahi hogi aap ko yai tweet karne mein, par actor to hain aap , so kar liya akhir
— PunjabiMonk (@kamalkapoor049) May 23, 2019
શબાના આઝમીના આ ટ્વીટ બાદ યૂઝર્સે તેને ખૂબ ટ્રોલ કરી અને પૂછવા લાગ્યા કે પાકિસ્તાન ક્યારે જઈ રહી છો? શબાના આઝમી સાથે તેમના પતિને પણ યૂઝર્સે ટ્રોલ કર્યા. રિપોર્ટ મુજબ થોડા દિવસ પહેલા શબાના આઝમીએ કહ્યું હતું કે જો પીએમ મોદી ફરી જીતશે તો તેઓ ભારત છોડી દેશે. જોકે વિવાદ વધતા શબાનાએ આ વાતને ખોટી અને અફવા ગણાવી હતી. શબાના આઝમીએ ટ્વીટ કરી કહ્યું કે તેઓ ભારતમાં જન્મી છે અને છેલ્લી શ્વાસ પણ ભારતમાં જ લેશે.फर्जी
— Pankaj (@ipankaj23) May 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement