શોધખોળ કરો
Advertisement
Kaamyaab Trailer : સંજય મિશ્રાની ફિલ્મ 'કામયાબ'નું ટ્રેલર રિલીઝ
બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાન હાલના દિવસોમાં ફિલ્મ નિર્માણના ઘણા પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે. તેમના બેનર નીચે બનેલી ફિલ્મ 'કામયાબ'ખૂબ લાંબા સમયથી ચર્ચામાં છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાન હાલના દિવસોમાં ફિલ્મ નિર્માણના ઘણા પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે. તેમના બેનર નીચે બનેલી ફિલ્મ 'કામયાબ'ખૂબ લાંબા સમયથી ચર્ચામાં છે. આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સંજય મિશ્રા નિભાવી રહ્યા છે. સંજય મિશ્રા લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં પણ સંજય એક એક્ટરની ભૂમિકામાં છે જે અત્યાર સુધીમાં કુલ 499 ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે અને 500મી ફિલ્મની રાહ જોઈ રહ્યો છે. ફિલ્મમાં એક એક્ટરની જિંદગીને નજીકની બતાવવાની કોશિશ કરવામાં આવી છે.
ફિલ્મમાં સંજય મિશ્રાની સાથે એક અન્ય કલાકાર દીપક ડોબરિયાલ પણ છે. શાહરૂખ ખાન કામયાબની સાથે અન્ય એક ફિલ્મ બોબ બિસ્વાસ ને પણ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મનું કરેક્ટર વિદ્યા બાલનની કહાની પર આધારિત છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ કામયાબ 6 માર્ચના રિલીઝ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement