શોધખોળ કરો
Advertisement
દીપિકા-પ્રિયંકા બાદ હવે આ બોલિવૂડ એક્ટરનું પ્રથમ વેક્સ સ્ટેચ્યૂ મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાશે
શાહિદે 9 મેના રોજ ટ્વિટર પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘આજથી 7 દિવસ પછી હું મારું પહેલું અને એકમાત્ર વેક્સ ફિગરનું અનાવરણ સિંગાપોર મેડમ તુસાદ મ્યુઝિયમમાં કરીશ.’
નવી દિલ્હીઃ મેડમ તુસાદ મ્યૂઝિયમમાં મીણનું પૂતળું લગાવવું કોઈપણ સ્ટાર માટે સન્માની વાત છે. થોડા સમય પહેલા એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, પ્રોડ્યૂસર કરમ જૌહરના પૂતળાનું અનાવરણ અલગ અલગ જગ્યાએ આવેલ મેડમ તુસાદ મ્યૂઝિયમમાં કરવામાં આવ્યું હતું. હવે આ યાદીમાં એક્ટર શાહિદ કપૂરનું નામ પણ સામેલ થઈ ગયું છે. તેમનું મીણનું પૂતળનું ટૂંકમાં જ મેડમ તુસાદ મ્યૂઝિયમ સિંગાપુરની શાન બનશે.
શાહિદે 9 મેના રોજ ટ્વિટર પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘આજથી 7 દિવસ પછી હું મારું પહેલું અને એકમાત્ર વેક્સ ફિગરનું અનાવરણ સિંગાપોર મેડમ તુસાદ મ્યુઝિયમમાં કરીશ.’View this post on Instagram
થોડા સમય પહેલાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં દીપિકા, મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને દિલજિત દોસાંજના વેક્સ સ્ટેચ્યૂ મુકાયાં હતાં. મહેશ બાબુનું વેક્સ ફિગર સિંગાપોરનાં મ્યુઝિયમમાં છે. જ્યારે દીપિકાનું સ્ટેચ્યૂ લંડનનાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં મૂકાયું હતું.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion