![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Video: શાહિદ કપૂરના કપડાં સરખા કરતી મીરા કપૂરનો વીડિયો કર્યો શેર, મિનિટોમાં થયો વાયરલ
શાહિદ કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મીરા રાજપૂત તેના આઉટફિટ સરખા કરતી જોવા મળી રહી છે.
![Video: શાહિદ કપૂરના કપડાં સરખા કરતી મીરા કપૂરનો વીડિયો કર્યો શેર, મિનિટોમાં થયો વાયરલ Shahid Kapoor shares wife mira Rajput changing outfit video on instagrame Video: શાહિદ કપૂરના કપડાં સરખા કરતી મીરા કપૂરનો વીડિયો કર્યો શેર, મિનિટોમાં થયો વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/31/ba60eec8d7eb89dbdb8e73f6b22c92b1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shahid Kapoor Mira Rajput Vacation Video: બોલિવૂડનું ક્યૂટ કપલ શાહિદ કપૂર અને મીરા કપૂર તાજેતરમાં માલદીવમાં રજાઓ ગાળીને પરત ફર્યા છે. વેકેશન દરમિયાન શાહિદ અને મીરાની ઘણી રોમેન્ટિક તસવીરો સામે આવી હતી. આજે પણ મીરા રાજપૂતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે થોડા જ કલાકોમાં વાયરલ થઈ ગયો છે.
">
શાહિદ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મીરા રાજપૂત તેના આઉટફિટ સરખા કરતી જોવા મળી રહી છે. વાસ્તવમાં, શાહિદે થોડા સમય પહેલા શેર કરેલા વીડિયોમાં મીરા રાજપૂત ગ્રીન આઉટફિટ પહેરીને તેને ઠીક કરતી જોવા મળે છે. વીડિયોમાં શાહિદ કપૂર સનગ્લાસ પહેરીને મીરાની હરકતને જોઇ રહ્યો છે.
">
આ સિવાય શાહિદ કપૂરે આ પોસ્ટ શેર કરતી વખતે કેપ્શનમાં મીરાને ટેગ કરીને લખ્યું – લિજેન્ડ મીરા, જ્યારે મીરા રાજપૂતે તેની આ પોસ્ટનો જવાબ આપતા લખ્યું, 'ધ હેલ! બસ રાહ જુઓ અને જુઓ...'
થો ડાકલાકો પહેલા શેર કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અત્યાર સુધી આ વીડિયોને લાખો લાઈક્સ મળી ચૂક્યા છે. શાહિદ અને મીરાની આ મસ્તી તેમના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે શાહિદ અને મીરાનો આ વીડિયો તેમના વેકેશન દરમિયાનનો છે, જ્યાં શાહિદ કપૂર અને મીરા રાજપૂત તેમના બાળકો સાથે મસ્તી કરતા જોવા મળ્યાં હતા
View this post on Instagram
વર્ક ફ્રન્ટ પર, શાહિદ કપૂર ટૂંક સમયમાં બ્રિગેડિયર બુલ્સારાના જીવન પર આધારિત ફિલ્મ 'બુલ'માં જોવા મળશે, જેની તેણે તાજેતરમાં જાહેરાત કરી છે. આદિત્ય નિમ્બાલકર દ્વારા નિર્દેશિત, ફિલ્મ બુલનું નિર્માણ TCridge પ્રોડક્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. અહેવાલ છે કે આ ફિલ્મમાં શાહિદ ભારતીય સેનાના યુનિફોર્મમાં જોવા મળશે. તે જ સમયે, શાહિદ કપૂર પણ તેના બીજા પ્રોજેક્ટ 'જર્સી'ની રીમેકમાં વ્યસ્ત છે. ફિલ્મ જર્સી એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે જેમાં અભિનેતા ક્રિકેટર તરીકે મેદાનમાં રમતા જોવા મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)