એટલું જ નહીં હેકરે અલાઉદ્દીન ખિલજી વિશે શાહિદના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ લખી, જેમાં કહેવામાં આવ્યું કે, ‘રાજા અલાઉદ્દીન ખિલજી એવો બર્બર, જાનવર નહોતો જેવો તમે દેખાડ્યો છે. આ પોસ્ટ દ્વારા ‘પદ્માવત’ તરફ ઈશારો કરવામાં આવ્યો છે.
2/3
કહેવાઈ રહ્યું છે કે, તુર્કીના એક હેકર્સ ગ્રુપે શાહિદના બંને સોશિયલ એકાઉન્ટ હેક કર્યા બાદ તેના પર ઘણી તસવીરો પોસ્ટ કરી, જેમાંથી એક તસવીર કેટરીના કૈફની પણ છે. કેટરીનાની તસવીર શેર કરી હેકર ગ્રુપે ‘આઈ લવ યુ કેટરીના કૈફ’ લખી દીધું. જોકે. શાહિદના બંને એકાઉન્ટ્સ થયા બાદ આશરે એક કલાકમાં જ રી-સ્ટોર કરી લેવાયા પણ ત્યાં સુધીમાં હેકર ગ્રુપ આશરે 20 ટ્વીટ કરી ચૂક્યું હતું.
3/3
નવી દિલ્હીઃ 5 સપ્ટેમ્બરે પિતા બનેલ શાહિદ કપૂર માટે એ જ દિવસે એક મુસિબત તેના માથે આવી પડી. કોઈએ શાહિદ કપૂરનું ટ્વીટર એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી લીધું અને તેમાંથી મેસેજ કર્યા છે.