શોધખોળ કરો

Sheezan Khanના જેલમાંથી બહાર આવતા જ ઘરમાં ખુશીનો માહોલ, એક્ટરની બહેન Shafaq Naaz માટે આવ્યા આ મોટા સમાચાર

Shafaq Naaz Engagement News: શીઝાન ખાનના વિવાદો વચ્ચે, તેના પરિવાર તરફથી એક સારા સમાચાર આવી રહ્યા છે. સમાચાર મુજબ, શફાક નાઝ આ મહિનાના અંતમાં સગાઈ કરવા જઈ રહ્યા છે.

Shafaq Naaz Engagement: ટીવી અભિનેત્રી તુનીષા શર્માની આત્મહત્યા બાદ અભિનેતા શીઝાન ખાન ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. લાંબા સમય સુધી જેલમાં રહ્યા બાદ અભિનેતા હવે જામીન પર બહાર છે. વિવાદો વચ્ચે તેમના ઘરેથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં અભિનેતાની મોટી બહેન શફાક નાઝ આ મહિનાના અંતમાં સગાઈ કરવા જઈ રહી છે. આ જાણકારી તેમના પરિવારના નજીકના સૂત્રોએ આપી છે. એક સ્ત્રોત મુજબ, "તે એક અરેન્જ-ટર્ન-લવ મેરેજ છે..હવે સગાઈ થઈ રહી છે.."

શીઝાનની બહેન શફાકની સગાઈ થવાની છે

હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા સૂત્રોએ જણાવ્યું કે શફાક નાઝ આ મહિનાના અંતમાં સગાઈ કરવા જઈ રહી છે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે તે જે છોકરા સાથે સગાઈ કરી રહી છે તે ટીવી ઈન્ડસ્ટ્રીનો નથી. જોકે, સગાઈની તારીખ અને સ્થળ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. સ્ત્રોતે વધુમાં ઉમેર્યું હતું કે, “તેમનો પરિવાર મીડિયા સાથે ખૂબ કાળજી રાખે છે. કારણ કે અત્યારે આ મામલે લાઈમલાઈટમાં આવવા નથી માગતા.." આ સિવાય એક સૂત્રએ એવું પણ જણાવ્યું કે, "બંને લગભગ અઢી વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને છોકરો ઓમાનનો બિઝનેસમેન છે.. "

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shafaqq Naaz (@shafaqnaaz777)

તુનીશા કેસમાં શેઝાન ખાન વિવાદોમાં ફસાઈ ગયો

આ મામલે જ્યારે અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે કહ્યું, "અમે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.. તેથી હું તેના પર ટિપ્પણી કરવા માંગતી નથી." તે જાણીતું છે કે શફાક નાઝ એક્ટર શીજાન ખાનની બહેન છે. જે હાલમાં જ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં જેલમાં ગયો હતો. આ સિવાય તેની એક બહેન ફલક નાઝ પણ છે. જે એક અભિનેત્રી છે. જણાવી દઈએ કે, તુનિષા શર્માના કેસમાં લાંબા સમયથી તેનો આખો પરિવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.

Salman Khan On Death Threat: મે સબ કા ભાઈ નહી હું..જાનથી મારવાની ધમકી પર આખરે સલમાન ખાને તોડ્યું મૌન

 

Salman Khan On Death Threat: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી તે અંગે પૂછવામાં આવ્યું હતું. જો કે, તેણે સીધો જવાબ ન આપ્યો, પરંતુ કંઈક એવું કહ્યું, જે જાણીને તેના ચાહકો ચોંકી જશે.

ધમકી મળવાના સવાલ પર સલમાને આ જવાબ આપ્યો

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે જો તમે આખા ભારતના ભાઈ છો તો ધમકીઓને કેવી રીતે જુઓ છો? આ સવાલના જવાબમાં સલમાને કહ્યું કે, ' મે સબકા ભાઈ નહી હું, મે કિસી કા ભાઈ હું ઔર કિસી કી જાન..

લોરેન્સ બિશ્નોઈએ સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી

એ વાત જાણીતી છે કે એબીપી સાથેની મુલાકાત દરમિયાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. લોરેન્સે કહ્યું હતું કે સલમાન ખાને અમારા વિસ્તારમાં એક હરણનું મારણ કર્યું હતું. તેણે બિકાનેરના અમારા મંદિરમાં જઈને આ માટે માફી માંગવી પડશે. જો તે માફી નહીં માંગે તો હું યોગ્ય જવાબ આપીશ. લોરેન્સે એમ પણ કહ્યું કે હું અત્યારે ગુંડો નથી, પણ સલમાન ખાનને માર્યા પછી ગુંડો બનીશ.

સલમાન ખાનને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો

આ પછી સલમાન ખાનને ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે, 'ગોલ્ડી ભાઈ (ગોલ્ડી બ્રાર)ને તમારા બોસ સલમાન ખાન સાથે વાત કરવી છે. તમે લોરેન્સ બિશ્નોઈનો ઈન્ટરવ્યુ જોયો જ હશે. જો ના જોયું હોય તો જોવાનું કહેજો. જો તમારે મામલો બંધ કરવો હોય તો મામલો પૂરો કરો. રૂબરૂ વાત કરવી હોય તો કહો. હવે સમયસર જાણ કરવામાં આવી છે, આગામી સમયમાં માત્ર ઝટકો મળશે.

આ દિવસે સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ટૂંક સમયમાં ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે. આ ફિલ્મ 21 એપ્રિલ, 2023ના રોજ ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ  થશે

 

ટોપ સ્ટોરી

સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Embed widget