શોધખોળ કરો
બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે બુર્જ ખલીફામાં ખરીદ્યો ફ્લેટ, જાણો કેટલી છે કિંમત
મારું હંમેશા સપનું હતું કે જે શહેરમાં જઈ રહી છું, ત્યાં મારું એપાર્ટમેન્ટ હોય. જ્યારે દુબઈ મારા સૌથી મનપસંદ શહેરમાંથી એક છે.

નવી દિલ્હીઃ એક્ટ્રેસ શર્લિન ચોપરા ફેન્સની વચ્ચે બોલ્ડનેસને લઈને ઘણી લોકપ્રિય છે. શર્લિને પોતાની મેહનતના દમ પર ખુદને નાણાંકીય રીતે ખૂબ જ મજબૂત કરી લીધી છે અને એવી જગ્યાએ પોતાનું ઘર ખરીદ્યું છે જ્યાં રહેવા અને વસવા માટે વિશ્વની દરેક વ્યક્તિનું સપનું હોય છે. શર્લિન ચોપરાએ વિશ્વની સૌથી ઉંચી બિલ્ડિંગ બુર્જ ખલીફામાં પોતાનું ઘર ખરીદ્યું છે.
શર્લિને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન ખુદ કન્ફર્મ કર્યું છે. બુર્જ ખલીફામાં ખરીદવામાં આવેલ પોતાના ફ્લેટ વિશે વાત કરતાં શર્લિને કહ્યું, ‘દુબઈમાં રહેતા મારા એક મિત્રએ મને સમજાવ્યું કે, દુબઈમાં રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. મારું હંમેશા સપનું હતું કે જે શહેરમાં જઈ રહી છું, ત્યાં મારું એપાર્ટમેન્ટ હોય. જ્યારે દુબઈ મારા સૌથી મનપસંદ શહેરમાંથી એક છે.’
તેની સાથે જ શર્લિને ઇન્સ્ટાગ્રામ પર પણ પોતાના કેટલાક વીડિયોઝ શેર કર્યા છે જેમાં શર્લિન હોટ અંદાજમાં જોવા મળી રહી છે. તસવીરો પણ શર્લિને બુર્જ ખલીફામાં ક્લિક કરી છે. એવામાં કહેવાય છે કે, તસવીરો શર્લિનના ફ્લેટની છે. શર્લિને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેમી ન્યૂડ તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે, ‘ફીલિંગ સો ગ્રાઉન્ડેડ’
શર્લિનના ઘરની કિંમતની વાત કરીઓ તે તેને ખરીદવા માટે તેણે તગડી રકમ ચૂકવી છે. વેબસાઈટ્સ હાલ ઉપલબ્ધ જાણકારી અનુસાર બુર્જ ખલીફામાં 2BHK એપાર્ટમેન્ટની કિંમત અંદાજે 15 કરોડ રૂપિયા છે. જોકે શર્લિને પોતાના ઘરની કિંમતને લઈને કોઈ ખુલાસો કર્યો નથી.View this post on Instagram
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
રાજકોટ
Advertisement