શોધખોળ કરો
Advertisement
શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા લગ્નની 10મી એનિવર્સરી ઉજવવા જાપાન પહોંચ્યા, શેર કરી રોમેન્ટિક તસવીર
બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના લગ્નને 10 વર્ષ પૂરા થયા છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સેલિબ્રેશન કરવા માટે જાપાન પહોંચ્યા છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના લગ્નને 10 વર્ષ પૂરા થયા છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સેલિબ્રેશન કરવા માટે જાપાન પહોંચ્યા છે. શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રા સાથે લિપલોક કરતો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
આ એક બૂમરેંગ વીડિયો છે જેમાં બંને એક ખૂબસૂરત જગ્યા પર ઊભેલા જોવા મળે છે. આ લોકેશન જાપાનની રાજધાની ક્યોટોની છે. તેની આસ-પાસ ઝાડ જોવા મળી રહ્યા છે અને જમીન પર ઘણાં બધાં પાંદડાં પડેલા જોવા મળે છે. આ રોમેન્ટિક લોકેશનની વચ્ચે બંને લગ્નની 10મી એનિવર્સરી ઉજવી રહ્યા છે.
શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009માં રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ઘણા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા અને લગ્નના બંધનમાં બંધાયા. રાજ કુંદ્રાના આ બીજા લગ્ન છે. તે દરમિયાન સમાચાર એવા પણ આવ્યા હતા કે શિલ્પાના કારણે જ તેના પહેલા લગ્ન તૂટ્યા હતા. હવે બંનેના લગ્નને 10 વર્ષ થઈ ગયા અને એક દીકરો પણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement