આ પોર્ન સ્ટારના મોતના સમાચાર ફેલાતાં એક્ટ્ર્સે શું કરી ફની કોમેન્ટ ? ખેડૂત આંદોલન વખતે શું લખીને જગાવેલી ચર્ચા ?
મિયા ખલીફાએ મૃત્યુની અફવા અંગે ખુલાસો કરતાં ચાહકોને રાહતનો શ્વાસ લીધો અને કહ્યું કે આ માત્ર એક અફવા છે.
ભૂતપૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફાના અચાનક મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. મિયાના ચાહકો ચોંકી ગયા કે આખરે એવું તો શું થયું કે તે નથી રહી, કોઈ સમજી ન શક્યું કે મિયાને અચાનક શું થઈ ગયું? જેના કારણે તેમના મૃત્યુના સમાચાર વાયરલ થયા હતા. જો કે, જ્યારે મિયાએ મૃત્યુના સમાચારને ખોટા ગણાવ્યા, ત્યારે ચાહકોએ રાહતનો શ્વાસ લીધો.
ડેઈલી સ્ટાર'ના અહેવાલ મુજબ પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાના ફેસબુક પેજને મેમોરિયલ પેજમાં ફેરવી દેવામાં આવ્યું. આટલું જ નહીં, પેજના શીર્ષકમાં લખ્યું, 'Mia Khalifaનથી રહી'. પ્રોફાઈલ ફોટો પણ ડીલીટ કરી દીધો હતો. તેની નીચે લખ્યું હતું, "અમે આશા રાખીએ છીએ કે જેઓ મિયા ખલીફાને પ્રેમ કરે છે તેઓએ તેની પ્રોફાઇલની મુલાકાત લેવાથી દિલાસો મળશે." જેના કારણે મિયાના મોતની અટકળો લગાવવામાં આવી હતી.
મિયા ખલીફાએ મૃત્યુની અફવા અંગે ખુલાસો કરતાં ચાહકોને રાહતનો શ્વાસ લીધો અને કહ્યું કે આ માત્ર એક અફવા છે. જો કે મિયાએ તેની પોસ્ટમાં કોઈ કેપ્શન લખ્યું નથી, પરંતુ મીમથી સ્પષ્ટ છે કે તેણી કહે છે કે હું હજી મરી નથી! મને સારું લાગે છે!
— Mia K. (@miakhalifa) January 30, 2022
પહેલા પણ મોતની ઉડી ચુકી છે અફવા
જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે પોર્ન સ્ટારના મોતની અફવા ઉડી હોય. આ પહેલા વર્ષ 2020માં પણ એડલ્ટ સ્ટારના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક ટ્વિટમાં લખ્યું હતું: "ખૂબ જ આઘાતજનક. મિયા ખલીફાએ આત્મહત્યા કરી. RIP #miakhalifa".
ખેડૂત આંદોલનને લઈ શું કર્યું હતું ટ્વીટ
28 વર્ષની મિયા ખલીફાને પોર્ન ઈન્ડસ્ટ્રીના મોટા ચહેરા તરીકે ઓળખવામાં આવતી હતી, પરંતુ હવે તેણે તેનાથી દૂરી બનાવી લીધી છે. મિયાના હિજાબ સેક્સ સીનને આતંકી સંગઠન ISIS તરફથી ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. તેણે ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપતા ટ્વીટ કર્યા હતા. તેણે લખ્યું હતું. કયા માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે? તેઓએ નવી દિલ્હીની આસપાસ ઇન્ટરનેટ કાપી નાખ્યું?' મિયા ખલીફાએ ખેડૂત આંદોલનને લઈ કરેલા અન્ય ટ્વીટમાં લખ્યું હતું-'પેઇડ એક્ટર્સ સારા છે? કાસ્ટિંગ ડિરેક્ટર કહે છે. મને આશા છે કે એવોર્ડ સીઝન દરમિયાન તેની અવગણના કરવામાં નહીં આવે. હું ખેડૂતોની સાથે છું.' #FarmersProtest