શોધખોળ કરો
Advertisement
લગ્નના 1 વર્ષમાં જ પતિથી અલગ થઈ આ બોલિવૂડ એક્ટ્રેસ, સેક્સ રેકેટમાં ઉછળ્યું હતું નામ
શ્વેતા અને રોહિતની દોસ્તી પાંચ વર્ષ સુધી ટકી હતી ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
મુંબઈઃ પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા બસુ પ્રસાદ અને તેના પતિ રોહિત મિત્તલ અલગ થવા જઈ રહ્યા છે. આ કપલે 13 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા એક વર્ષ પણ તેમનો સંબંધ ન ટક્યો. શ્વેતાએ કહ્યુ કે હવે વધારે તે તેના પતિ સાથે નહી રહી શકે. શ્વેતાએ એક પોસ્ટ લખીને આ જાણકારી આપી હતી. શ્વેતા બસુ પ્રસાદે સોશિયલ મીડિયા પર પોતાના પતિ રોહિત મિત્તલથી અલગ થવાની જાહેરાત કરી. શ્વેતાએ એક લાંબી નોટ લખીને સારા સમયને યાદ કરી ધન્યવાદ આપી કહ્યુ છે કે આવનારા ભવિષ્ય માટે તને શુભકામના.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને શ્વેતાએ લખ્યું, “રોહિત અને મેં સહમતિથી છૂટા પડવાનો નિર્ણય કર્યો છે. અમે અમારા લગ્નનો અંત આણવાનું નક્કી કર્યું છે. ઘણા મહિના બાદ એકબીજાની ભલાઈ માટે અમે આ નિર્ણય પર પહોંચ્યા છીએ. દરેક પુસ્તક એવા નથી હોતા કે તેને કવર પ્રમાણે વાંચી શકાય. કેટલાક પુસ્તકો એવા હોય છે જેને અધૂરા રાખવા જ યોગ્ય છે. આભાર રોહિત આટલી યાદગાર ક્ષણો માટે અને મને પ્રોત્સાહિત કરવા માટે. તારી આગળની જિંદગી સુખદ રહે તેવી કામના. તારી હંમેશની ચીયરલીડર.”
નોંધનીય છે કે, શ્વેતા અને રોહિતની દોસ્તી પાંચ વર્ષ સુધી ટકી હતી ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બે વર્ષ સુધી લીવ ઈનથી રહ્યા બાદ 2017માં તેમણે સગાઈ કરી લીધી. ફેન્ટમ ફિલ્મથી તેઓની મુલાકાત થઈ હતી. શ્વેતાએ ગયા વર્ષે 13 ડિસેમ્બરે ફિલ્મ નિર્માતા રોહિત મિત્તલ સાથે ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન પૂણેની ગ્રાન્ડ હયાતમાં થયા હતા. શ્વેતા અને રોહિતના લગ્ન બંગાળી રીત-રિવાજોથી થયા હતા. લગ્ન બાદ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. થોડા મહિના પહેલા ઈટાલીમાં રોમેન્ટિક વેકેશન માણતા શ્વેતા અને રોહિતની તસવીરો વાયરલ થઈ હતી. શ્વેતાએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે 2002માં મકડી ફિલ્મથી કેરિયરની શરૂઆત કરી હતી. ઈકબાલ, વાહ લાઈફ હો તો એસી, ડરના જરૂરી હે જેવી ફિલ્મો કરી. શ્વેતાએ તાશ્કંદ ફાઈલમાં ખુબજ પ્રશંસા મેળવી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement