![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sidhu Moosewala New Song: સિદ્ધૂ મૂસેવાલાનું છેલ્લું ગીત ‘વાર’ થયુ રિલીઝ, ગણતરીના કલાકોમાં મળ્યા રેકોર્ડતોડ વ્યૂઝ
ગીતને ગુરુપર્વ ના દિવસ પાઠ અને અરદાસ બાદ 10 વાગે રિલીઝ કરવામાં આવ્યુ છે. સિદ્ધૂ મૂસેવાલાએ આ ગીત પંજાબ અને પંજાબના વીર નાયક હરિ સિંહ નલવા માટે ગાયુ છે.
![Sidhu Moosewala New Song: સિદ્ધૂ મૂસેવાલાનું છેલ્લું ગીત ‘વાર’ થયુ રિલીઝ, ગણતરીના કલાકોમાં મળ્યા રેકોર્ડતોડ વ્યૂઝ Sidhu Moose Wala New Song: punjabi star singer sidhu moose wala best song Vaar released today on youtube Sidhu Moosewala New Song: સિદ્ધૂ મૂસેવાલાનું છેલ્લું ગીત ‘વાર’ થયુ રિલીઝ, ગણતરીના કલાકોમાં મળ્યા રેકોર્ડતોડ વ્યૂઝ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/08/1f34249901ab396a2ee8df59983d1a38166789712759477_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sidhu Moosewala New Song: દિવંગત પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાનુ છેલ્લી અને અંતિમ ગીત 'વાર' આજે રિલીઝ થઇ ગયુ છે. થોડીક વાર પહેલા રિલીઝ થયેલા આ ગીતનો ફેન્સની વચ્ચે જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગણતરીના કલાકોમાં જ આ ગીતને રેકોર્ડતોડ વ્યૂઝ મળ્યા છે. સિંગરના ઇન્ટાગ્રામ એકાઉન્ટમાંથી પૉસ્ટ શેર કરીને તેના ગીત 'વાર'ની રિલીઝ ડેટનુ એલાન કરવામા આવ્યુ હતુ, જે પછીથી ફેન્સ આનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં હતા.
સિદ્ધૂ મૂસેવાલાની હત્યા બાદ ‘વાર’ તેનુ બીજુ ગીત છે, જે રિલીઝ થયા બાદથી સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યું છે. આ પહેલા રિલીઝ થયેલા ‘એસવાયએલ’ ગીત પણ લોકોને ખુબ પસંદ આવ્યુ હતુ, પરંતુ કાનૂની ફરિયાદ બાદ આને યુટ્યૂબ પરથી હટાવી લેવામા આવ્યુ હતુ. વળી, સિદ્ધૂ મૂસેવાલાની યુટ્યૂબ ચેનલ પર રિલીઝ થયેલા આ ગીતને માત્ર એક કલાકમાં જ બે મિલિયનથી વધુ વ્યૂઝ મળી ગયા હતા.
ગીતને ગુરુપર્વ ના દિવસ પાઠ અને અરદાસ બાદ 10 વાગે રિલીઝ કરવામાં આવ્યુ છે. સિદ્ધૂ મૂસેવાલાએ આ ગીત પંજાબ અને પંજાબના વીર નાયક હરિ સિંહ નલવા માટે ગાયુ છે. હરિ સિંહ નલવાની તાકાતથી મોટા મોટા શૂરવીર ડરતા હતા, અને ગીતમાં તેમની જિંદગી અને સાહસને દર્શાવવામાં આવ્યા છે. વળી, સિદ્ધૂ મૂસેવાલાની માં ચરણકૌરે પણ લોકોને સહયોગ આપવાની અપીલ કરી હતી.
ગોળી મારીને કરાઇ સિદ્ધૂ મૂસેલવાની હત્યા -
સિદ્ધૂ મૂસેવાલાની 29, મે 2022ના રોજ 28 વર્ષની ઉંમરમાં પંજાબના માનસામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સિદ્ધૂ પર 30 રાઉન્ડ ફાયરિંગ કરવામા આવ્યુ હતુ, અને ઘટનાની જવાબદારી લૉરેન્સ બિશ્નોઇ ગેન્ગના નજીકના સહયોગી ગૉલ્ડી બરારે લીધી હતી. ગૉલ્ડી કેનેડાથી પોતાની પોતાના ગુનાખોરીના કામોને અંજામ આપતો હતો.
Siddhu Moosewala Profile: પંજાબી ગીતથી દિલ જીત્યું, રાજકારણમાં હાથ અજમાવ્યો, જાણો કોણ હતા સિદ્ધુ મૂસેવાલા
Sidhu Moosewala Shot Dead: પંજાબી ગાયક સિદ્ધુ સિંહ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામમાં હુમલાખોરોએ મૂસેવાલા પર ફાયરિંગ કર્યું હતું. મૂસેવાલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સિદ્ધુ સિંહ મૂસેવાલા તાજેતરમાં જ રાજકારણમાં જોડાયા હતા અને સિદ્ધુ સાથેની નિકટતાને કારણે કોંગ્રેસમાં જોડાયા હતા. મૂસેવાલા માણસા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે, તેનો પરાજય થયો હતો.
17 જૂન 1993ના રોજ જન્મેલા શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલા માનસા જિલ્લાના મૂસ વાલા ગામના રહેવાસી હતા. મૂસવાલાના લાખોની સંખ્યામાં ફેન ફોલોઈંગ છે અને તે તેના ગેંગસ્ટર રેપ માટે પ્રખ્યાત હતો. મૂસેવાલાના પિતા ભોલા સિંહ ભૂતપૂર્વ આર્મી ઓફિસર છે અને માતા ચરણ કૌર ગામના સરપંચ છે. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. તેઓ તેમના કોલેજના દિવસોમાં સંગીત શીખ્યા અને પછી કેનેડા ગયા. પ્રખ્યાત પંજાબી ગીતોથી ઓળખ બનાવનાર સિદ્ધુ મૂસેવાલા સૌથી વિવાદાસ્પદ પંજાબી ગાયકોમાંના એક તરીકે પણ જાણીતા હતા. એવો આરોપ હતો કે મૂસેવાલાએ ખુલ્લેઆમ બંદૂક સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે. સપ્ટેમ્બર 2019માં રિલીઝ થયેલા તેમના ગીત 'જટ્ટી જિયોને મોડ દી બંદૂક વારગી'એ 18મી સદીના શીખ યોદ્ધા માઈ ભાગોના સંબંધમાં વિવાદ ઊભો કર્યો હતો. મૂસેવાલાએ બાદમાં માફી માંગી હતી.
વિવાદોથી ઘેરાયેલા રહેલા મૂસેવાલા એક અન્ય ગીત 'સંજૂ'એ પણ જુલાઈ 2020માં વિવાદ સર્જ્યો હતો. આ ગીત AK-47 ફાયરિંગ કેસમાં સિદ્ધૂ મૂસેવાલાને જામીન મળ્યા બાદ આ ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર રિલીઝ થયેલા ગીતમાં તેણે પોતાની તુલના અભિનેતા સંજય દત્ત સાથે કરી હતી. મે 2020 માં, બરનાલા ગામમાં ફાયરિંગ રેન્જમાં ફાયરિંગની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ કેસમાં સિદ્ધુ મૂસેવાલા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, બાદમાં સંગરુરની કોર્ટે તેને જામીન આપી દીધા હતા. મૂસેવાલા સિદ્ધુ સિંહ મુસેવાલા માનસાથી ચૂંટણી હારી ગયા હતા, ડિસેમ્બર 2021માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેમને આમ આદમી પાર્ટીના વિજય સિંગલાએ હરાવ્યા હતા. વિજય સિંગલાએ મૂસેવાલાને 63,323 મતોથી હરાવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)