(Source: ECI/ABP News/ABP Majha)
Sidhu Moose Wala: જૂના વીડિયોમાં પોતાના મૃત્યુ વિશે વાત કરતાં સિદ્ધુ મૂસેવાલાએ હ્રદયસ્પર્શી વાત કરી
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેનાથી તેમના ચાહકો અને ઈંડસ્ટ્રીના સાથીદારો આઘાતમાં છે.
Sidhu Moose Wala: પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેનાથી તેમના ચાહકો અને ઈંડસ્ટ્રીના સાથીદારો આઘાતમાં છે. અનિલ કપૂર, મીકા સિંઘ, શહેનાઝ ગિલ, અજય દેવગણ, કપિલ શર્મા અને લિલી સિંહ સહિતના કલાકારોએ "લિજેન્ડ" ગાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય રેપર ડ્રેકે પણ સોશિયલ મીડિયા દ્વારા શોક વ્યક્ત કર્યો હતો.
સિદ્ધુના અંતિમ સંસ્કાર આજે તેમના મૂળ ગામ મુસામાં કરવામાં આવ્યા હતા. 28 વર્ષીય સિંગરનો એક જૂનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે કોઈ પણ કઠિન ધ્યેય વિના મૃત્યુ અને જીવવાની વાત કરી હતી. વીડિયોમાં સિદ્ધુ મુસેવાલા કહેતા જોવા મળી રહ્યા છે કે, "મારા જીવનનો કોઈ ખાસ હેતુ નથી. મને ઘણી વખત નિશાન બનાવવામાં આવ્યો છે. હું કોઈપણ દિવસે મરી શકું છું પરંતુ હું મૃત્યુથી ડરતો નથી." તેના ચાહકોએ પોસ્ટ પર ભાવનાત્મક મેસેજ લખ્યો છે જેમાં 'મિસ યુ ભાઈ' લખ્યું છે, અને તેમના ચાહકોએ 'તમે હંમેશા જીવંત રહેશો' જેવી કોમેન્ટો કરી હતી.
View this post on Instagram
મિકાએ આ નિવેદન આપ્યું હતુંઃ
કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બરારે મૂસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી છે અને પોલીસ હાલ લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા લોકોની ભૂમિકાની તપાસ કરી રહી છે, જેમાંથી બરાર એક ભાગ છે. એક ઈન્ટરવ્યુમાં, ગાયક મીકા સિંહે મૂસેવાલાની હત્યાને "શરમજનક" ગણાવી અને કહ્યું કે, "દિવંગત ગાયકે મને ત્રણ વર્ષ પહેલા મળેલી જાનથી મારી નાખવાની ધમકીઓ વિશે જણાવ્યું હતું."
મીકા સિંહે આગળ કહ્યું કે, માત્ર સિદ્ધુ મૂસેવાલા જ નહીં, પંજાબમાં ઘણા ગાયકોને ગેંગસ્ટરોથી ખતરો છે. પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નિરાશા વ્યક્ત કરતા મિકાએ કહ્યું, “મૂસેવાલા ગુંડો નહોતો. તે એવા પ્રકારનો વ્યક્તિ ન હતો જે દારૂ પીને લોકોને હેરાન કરતા હોય. તે માત્ર એક ગાયક હતો જેણે પોતાના ગીતોથી પોતાનું નામ બનાવ્યું હતું.