શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના આ ગાયકની કારને નડ્યો અકસ્માત, સિંગરે કહ્યું- હું કારમાં.....
હિમેશ રેશમિયા બોલિવૂડનું જાણીતું નામ છે. સલમાન ખાને હિમેશ રેશમિયાને બ્રેક આપ્યો હતો.
મુંબઈઃ બોલિવૂડના જાણીતા ગાયક, મ્યૂઝિશિયન અને એક્ટર હિમેશ રેશમિયાની કારને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ છે. ઘટના મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર ઘટી છે. સ્પોટબોયના અહેવાલ અનુસાર ઘટનામાં હિમેશ રેશમિયાના ડ્રાઈવર રામ રંજન ગંભીર રીતે ઘાયલ થયા છે. રામ રંજન બિહારના છે. હિમેશ રેશમિયાની કારનો અકસ્માત કેવી રીતે થયો તે અંગે વધુ માહિતી બહાર આવી નથી હાલમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ઘટના મામલે હિમેશે તરફથી નિવેદન આવ્યું છે કે, આ અકસ્માત થયો ત્યારે તે કારમાં ન હતો. તેનો ડ્રાઇવર જખમી છે. ડ્રાઇવર અંગે માહિતી આપતા તેણ કહ્યું કે, તેને સામાન્ય ઇજા થઇ છે તેની સારવાર ચાલુ છે.
હિમેશ રેશમિયા બોલિવૂડનું જાણીતું નામ છે. સલમાન ખાને હિમેશ રેશમિયાને બ્રેક આપ્યો હતો. હિમેશ પણ ઘણી વખત સલમાન ખાનને આ વાતની ક્રેડિટ આપી છે. હિમેશે સલમાન ખાનની ફિલ્મ જબ પ્યાર કિયા તો ડરના ક્યાથી ડેબ્યૂ કર્યું હતું.
વર્કફ્રન્ટની વતા કરીએ તો, હાલમાં હિમેશ રિયાલિટી શો 'સુપરસ્ટાર સિંગર શો'માં જજ તરીકે જોવા મળે છે. આ શોમાં હિમેશની સાથે અલકા યાજ્ઞિક તથા જાવેદ અલી પણ છે. આ પહેલાં હિમેશ 'સારેગામાપા લિટલ ચેમ્પ્સ', 'ધ વોઈસ ઓફ ઈન્ડિયા કિડ્સ' જેવા શોમાં જજ તરીકે રહી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion