શોધખોળ કરો
પાકિસ્તાનના આ ગાયકને EDએ ફટકારી નોટિસ, જાણો શું લાગ્યો છે આરોપ
1/3

જણાવીએ કે, રાહત ફતેહ અલી ખાન બોલિવૂડની અનેક ફિલ્મોમાં ગીત ગાયું છે. તેમના રોમાન્ટિક ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. ભારતમાં પાકિસ્તાની કલાકારો પર બેન લગાવવા છતાં ડાયરેક્ટર રાહત ફતેહ અલી ખાન પાસે પોતાની ફિલ્મોમાં રોમાન્ટિક ગીતો ગવડાવે છે. રાહત ફતેહ અલી ખાને સલમાન ખાનની અનેક ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે.
2/3

મીડિયા અહેવાલ અનુસાર, રાહત ફતેહ અલી ખાને ગેરકાયદેસર રીતે 3,40,000 અમેરિકન ડોલરની કમાણી કરી છે. આ રકમમાંથી તેણે ઓછામાં ઓછી 2,25,000 ડોલરની સ્મગલિંગ કરી છે. આ પહેલા 2011માં સિંગરને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સવા લાખ ડોલરની સાથે પકડવામાં આવ્યા હાત. તે સમયે રાહતે આ રૂપિયા સાથે જોડાયેલ કોઈ દસ્તાવેજ આપ્યા ન હાત. સિંગરની સાથે હાજર રહેલ મેનેજર અને એસોસિએટની પણ પોલીસે અટકાયત કરી હતી.
Published at : 30 Jan 2019 10:22 AM (IST)
View More





















