સાઉથના સુપરસ્ટાર અભિનેતા મોહનલાલ શ્વાસ લેવામાં તકલીફ બાદ હોસ્પિટલમાં દાખલ
સાઉથના સુપરસ્ટાર અભિનેતા મોહનલાલની તબિયત લથડી છે. ભારે તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને કોચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સાઉથના સુપરસ્ટાર અભિનેતા મોહનલાલની તબિયત લથડી છે. ભારે તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને કોચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરો મોહનલાલની સારવારમાં લાગ્યા છે. મોહનલાલની તબિયત અંગે હોસ્પિટલ દ્વારા મેડિકલ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડોક્ટરોએ કહ્યું કે તેમને દવા આપવામાં આવી રહી છે. સાથે જ ડોક્ટરોએ તેમને આગામી પાંચ દિવસ જાહેર સ્થળોથી દૂર રહેવાની સલાહ આપી છે. મોહનલાલની તબિયત બગડતાં તેમના ચાહકો ખૂબ જ ચિંતિત છે. ઈન્ડસ્ટ્રી પર નજર રાખતા શ્રીધર પિલ્લઈએ મોહનલાલની તબિયત બગડવા અંગે પૃષ્ટી કરતા અમૃતા હોસ્પિટલનું સત્તાવાર નિવેદન શેર કર્યું છે.
હોસ્પિટલે મેડિકલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે
પિલ્લાઈએ હોસ્પિટલ દ્વારા 16 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલ મેડિકલ સ્ટેટમેન્ટ વાંચતા કહ્યું, “આ પ્રમાણિત કરવા માટે છે કે મેં મોહનલાલ, 64 વર્ષના પુરુષ, MRD નંબર 1198168ની તપાસ કરી છે. તેમને ખૂબ જ તાવ છે, શ્વાસ લેવામાં તકલીફ છે અને સામાન્ય (સ્નાયુમાં દુખાવા)ની ફરિયાદ છે. તેમને વાઇરલ શ્વસન ઇન્ફેક્શન હોવાની શંકા છે. તેમને આરામ સાથે દવાઓ લેવાની અને આગામી 5 દિવસ ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. અમૃતા હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ.ગિરીશ કુમાર કે.પી.એ તેના પર હસ્તાક્ષર કર્યા છે.
મોહનલાલ તાજેતરમાં જ ગુજરાતથી પરત ફર્યા હતા. અહીં તેમની તબિયત બગડતાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં અભિનેતાની તબિયતમાં ઘણો સુધારો થયો છે.
તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'બૈરોઝ' આ વર્ષે 2 ઓક્ટોબરે રિલીઝ થશે. આ મોહનલાલની દિગ્દર્શિત ફિલ્મ છે. આ ફિલ્મ અગાઉ 28 માર્ચ, 2024ના રોજ રિલીઝ થવાની હતી. જો કે, ફિલ્મની ટીમે પોસ્ટ પ્રોડક્શનમાં વિલંબને કારણે રિલીઝ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો.
View this post on Instagram
મોહનલાલે લગભગ 400 ફિલ્મોમાં કામ કર્યું છે
અભિનેતા હોવા ઉપરાંત, મોહનલાલ એક ફિલ્મ નિર્માતા, પ્લેબેક સિંગર, ડિસ્ટ્રીબ્યુટર, ડિરેક્ટર અને બિઝનેસમેન પણ છે. તેમની ચાર દાયકા લાંબી કારકિર્દીમાં તેમણે લગભગ 400 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે. અત્યાર સુધી, તેને ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય માટે પાંચ વખત રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.
સેના દ્વારા માનદ લેફ્ટનન્ટ કર્નલનો રેન્ક મેળવનાર તેઓ પ્રથમ અભિનેતા છે. મોહનલાલના નામે ઘણા રેકોર્ડ પણ નોંધાયેલા છે. તેમણે એક વર્ષમાં 34 ફિલ્મોમાં કામ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જેમાંથી 25 ફિલ્મો હિટ સાબિત થઈ હતી.