શોધખોળ કરો
Advertisement
રેલવે સ્ટેશન પર આ એક્ટ્રેસ સાથે તમામ હદ પાર, પહેલા ઘુરી ઘુરીને જોયું પછી......
હીરોઈને પોતાના પર વીતેલી આપવીતી સંભળાવી હતી. ચરની રોડ રેલવે સ્ટેશને આ ઘટના ઘટી છે.
મુંબઇ: મહિલાઓ સાથે ગેરવર્તનની કિસ્સાઓ અવાર નવાર રામે આવતા રહે છે. જગ્યા અને સમય કોઇપણ હોય. આવા રોડસાઇડ રોમિયો હલકી હરકતો કરવામાં અટકતા નથી. હાલમાં જ ટીવીની ઍક્ટ્રેસ સાથે ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઍક્ટ્રેસ રેલવે સ્ટેશન પર હતી ત્યારે એક રોમિયો તેને એકી ટસે ઘૂરતો રહ્યો અને જ્યારે ઍક્ટ્રેસે તેને આમ ન કરવાં કહ્યું તો તેણે ઍક્ટ્રેસ સાથે મારપીટ શરૂ કરી દીધી. આ ધટના બની છે જાણીતી ટીવી ઍક્ટ્રેસ અને Splitsvillaની ઍક્સ કંટેસ્ટંટ હર્ષિતા કશ્યપ સાથે.
હીરોઈને પોતાના પર વીતેલી આપવીતી સંભળાવી હતી. ચરની રોડ રેલવે સ્ટેશને આ ઘટના ઘટી છે. શાહરૂખ શેખ નામના એક શખ્સે હર્ષિતા અને તેની ફ્રેન્ડનો પીછો કર્યો હતો. હીરોઈને જણાવ્યું કે, એક કામ પુરુ થયા પછી હું મારી ફ્રેન્ડ સાથે રેલવે સ્ટેશન પર ટિકિટ લેવા માટે ઉભી હતી. ત્યારે મે જોયું કે એક શખ્સ મને ઘુરી રહ્યો હતો. શરૂઆતમાં મે તેને ઈગ્નોર કર્યો પરંતુ કે લગાતાર મને ઘુરતો જ રહ્યો. પછી તે મારો પીછો કરવા લાગ્યો. મારાથી સહન ન થયું અને મે એને ટોક્યો.
ઍક્ટ્રેસે કહ્યું કે, જ્યારે મે તેને અમારો પીછો કરવાનું કારણ પુછક્યું તો તે ગુસ્સામાં આવી ગયો અને અમને અકડાઇથી કહ્યું કે, હું તને જોઇ રહ્યો છું તો તેમાં સમસ્યા શું છે. વાત વધી તો તેણે મારી NRI મિત્ર પાલાને લાફો મારી દીધો. મે પણ તેને સામે માર્યુ તો તેણે સામે મને માર્યું. જે બાદ પોલીસ આવી અને તે વ્યક્તિને GRP ચોકી લઇ ગઇ.
આ મામલે ચર્ચગેટ ગવર્નમેન્ટ રેલવે પોલીસ સ્ટેશને વાત કરતાં જાણકારી આપી કે 29 વર્ષના શાહરૂખ શેખ નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. તે એક નાઈટ ક્બલમાં કામ કરે છે. હાલમાં તેની પુછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement