શોધખોળ કરો
આજે શ્રીદેવીની પ્રથમ વરસી, જાહન્વી કપૂરે લખ્યો માતા માટે ઇમોશનલ મેસેજ, જાણો વિગત

મુંબઈઃ આજે શ્રીદેવીની પ્રથમ પુણ્યતિથિ છે. ગત વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં શ્રીદેવીનું નિધન થયું હતું. પોતાની માતાની પ્રથમ પુણ્યતિથિ પર પુત્રી જાહ્નવી કપૂરે તેને યાદ કરીને એક ખાસ ફોટો શેર કર્યો છે. ફોટો જોઈને એવું લાગી રહ્યું છે કે જહાન્વીએ તેની માતા શ્રીદેવીનો હાથ પકડ્યો છે. તેની સાથે એક ઇમોશનલ પોસ્ટ પણ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, મારું દિલ હંમેશા ખૂબ ભારે રહેશે, પરંતુ હું હંમેશા હસતી રહીશ. કારણકે તેમાં તમે રહો છે.
શ્રીદેવીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જહાન્વી મારી ઘણી નજીક છે. જ્યારે ખુશી તેના પિતા બોની કપૂરની વધારે નજીક છે. જાહન્વી શ્રીદેવીના અંતિમ સમયમાં તેની સાથે નહોતી અને તે ડેબ્યૂ ફિલ્મ ધડકનું શૂટિંગ કરતી હતી.
શ્રીદેવીની વરસી પર 14 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં એક વિશેષ પૂજા પણ રાખવામાં આવી હતી. જેમાં તેનો પૂરો પરિવાર સામેલ હતો. હિન્દુ પંચાગ મુજબ 14 ફેબ્રુઆરીએ તેની પ્રથમ વરસી હતી. જેમાં શ્રીદેવીનો પરિવાર ઇમોશનલ નજરે પડ્યો હતો. શ્રીદેવીની દીકરી જહાન્વી કપૂરની આંખમાંથી આંસુ નહોતા રોકાતા. ફેબ્રુઆરી, 2018માં શ્રીદેવી તેના ભાણેજ મોહિત મારવાગના લગ્નમાં સામેલ થવા માટે દુબઈ ગઈ હતી. જ્યાં હોટલના રૂમના બાથટબમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. વારંવાર જોવામાં આવી રહ્યો છે શ્રીદેવીનો આ VideoView this post on InstagramMy heart will always be heavy. But I’ll always be smiling because it has you in it.
Today would have been our 22nd wedding anniversary. Jaan... My wife, my soulmate, the epitome of love, grace , warmth and laughter lives within me forever... pic.twitter.com/0XWhFIvOvz
— SRIDEVI BONEY KAPOOR (@SrideviBKapoor) June 2, 2018
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
બિઝનેસ
ખેતીવાડી
ભાવનગર
ક્રિકેટ
Advertisement