શોધખોળ કરો

200 કરોડના કેસનો આરોપી કઈ હૉટ બૉલીવુડ એક્ટ્રેસને ફાઈવ સ્ટાર હોટલમાં લઈ ગયો ને કર્યા જલસા ? 10 કરોડની આપી ગિફ્ટ

આ ચાર્જશીટમાં દાવો કરાયો છે કે, સુકેશ ચંદ્રશેખરે પૂછપરછ દરમિયાન ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ સાથેના સંબધો અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

મુંબઈઃ અબજો રૂપિયાના કૌભાંડમાં જેલની હવા ખાઈ રહેલા સુકેશ ચંદ્રશેખરનાં એક પછી એક કરતૂતો બહાર આવી રહ્યાં છે. ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)એ સુકેશ ચંદ્રશેખર, તેની પત્ની લીના માયરા પોલ અને અન્ય છ લોકો વિરુદ્ધ 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં 7 હજાર પેજની ચાર્જશીટ ફાઇલ કરી છે.

આ ચાર્જશીટમાં દાવો કરાયો છે કે, સુકેશ ચંદ્રશેખરે પૂછપરછ દરમિયાન ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ સાથેના સંબધો અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ચાર્જશીટમાં કરાયેલા દાવા પ્રમાણે જેકલીન સુકેશ સાથે ચેન્નાઈની ફાઈવ સ્ટાર હોટલમાં રોકાઈ હતી અને બંનેએ ખૂબ જલસા કર્યા હતા.

ચાર્જશીટમાં કરાયેલા દાવા પ્રમાણે, સુકેશ જેલમાં હતો ત્યારે પણ જેકલીન સાથે મોબાઇલ પર વાત કરતો હતો. સુકેશ જામીન પર છૂટીને બહાર આવ્યો ત્યારે તેણે દિલ્હીથી ચેન્નઈ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરી હતી. સુકેશે જેક્લીન માટે મુંબઈથી દિલ્હી સુધીની ચાર્ટર્ડ ફ્લાઇટ પણ બુક કરી હતી. સુકેશ તથા જેકલીન બંને ચેન્નઈની એક હોટલમાં રોકાયા હતા. સુકેશે ચાર્ટર્ડ ફ્લાઇટ માટે અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. 

આ ચાર્જશીટમાં દાવો કરાયો છે કે, સુકેશે જેકલીનને કરોડો રૂપિયાની ગિફ્ટ આપી છે.  ચાર્જશીટ પ્રમાણે, સુકેશે જેકલીનને 10 કરોડ રૂપિયાથી વધુની ગિફ્ટ આપી હતી. ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, 9 લાખ રૂપિયાની એક એવી ચાર પર્શિયન બિલાડી તથા  52 લાખનો ઘોડો આપ્યો હતો. સુકેશે જેકલીન ફર્નાન્ડિઝના ભાઈ-બહેનને પણ પૈસા આપ્યા હતા. આ કેસમાં જેકલીનના નિકટના સાથીઓ તથા સ્ટાફની પૂછપરછ કરી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચેન્નાઈમાં કોસ્ટ રોડ પર આવેલા સુકેશના બંગલામાં દરોડા પાડ્યા ત્યારે મોટા પ્રમાણમાં રોકડ રકમ તથા 15 લક્ઝૂરિયસ કાર મળી આવી હતી.  આ બંગલાની કિંમત કરોડોમાં હોવાનું અનુમાન છે. સુકેશની પત્ની લીનાની પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂછપરછ કરી હતી. સુકેશની સ્પેશિયલ સેલે ખંડણી કેસમાં ધરપકડ કરી હતી. હાલમાં તે (ઇકોનોમિક્સ અફેન્સ વિંગની કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે સુકેશ રાજકીય નેતા સિંબલના કેસનો આરોપી છે અને લાંબા સમયથી જેલમાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget