શોધખોળ કરો
4 વર્ષ પછી આ એક્ટર બોલિવૂડમાં કરશે વાપસી, ચર્ચામાં છે નવી ફિલ્મનું પોસ્ટર
1/4

સૂરજે પોસ્ટરને શેર કરતા કેપ્શનમાં લખ્યુ કે આ એક અસાધારણ યાત્રાની શરૂઆતની એક ઝલક છે. ‘સેટેલાઈટ શંકર’ 5 જુલાઈએ રિલીઝ થવાની છે. એક પોસ્ટરમાં ભગવાન શિવનો ફોટો પણ છે. ફિલ્મ ઈરફાન કમાલ નિર્દેશિત કરી રહ્યા છે. ભૂષણ કુમાર, મુરાદ ખેતાની, કૃષ્ણ કુમાર અને અશ્વિન વર્દે મુવીને પ્રોડ્યુસ કરશે. ફિલ્મ સાથે જોડાયેલી કોઈપણ જાણકારી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
2/4

નવી દિલ્હીઃ સલમાન ખાનનો હાથ પકડીને બોલિવૂડમાં એન્ટ્રી કરનાર આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલીની ફિલ્મ કારકિર્દી કંઈ ખાસ સાબિત નથી થઈ. જણાવીએ કે, ટૂંકમાં જ સૂરજ પંચોલી ફરીથી સ્ક્રીન પર જોવા મળશે. હવે સૂરજ પંચોલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની અપકમિંગ ફિલ્મ સેટેલાઈટ શંકરનું પોસ્ટર શેર કર્યું છે.
Published at : 09 Jan 2019 08:10 AM (IST)
View More





















