(Source: ECI/ABP News/ABP Majha)
Surekha Sikri Passes Away: જાણીતી એક્ટ્રેસ સુરેખા સિકરીનુ નિધન, 'બાલિકા વધુ', 'બધાઇ હો' જેવી ફિલ્મો, સીરિયલોમાં કર્યો યાદગાર રૉલ
તેના મેનેજરે બતાવ્યુ કે તેનુ નિધન હાર્ટ એટેકથી થયુ છે. આ અભિનેત્રી લાંબા સમયથી બિમાર હતી. 2020માં તેને બ્રેન સ્ટ્રૉક પણ થયો હતો.
Surekha Sikri Death: ટીવીની દિગ્ગજ અદાકારા સુરેખા સિકરીનુ 75 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયુ છે. તેના મેનેજરે બતાવ્યુ કે તેનુ નિધન હાર્ટ એટેકથી થયુ છે. આ અભિનેત્રી લાંબા સમયથી બિમાર હતી. 2020માં તેને બ્રેન સ્ટ્રૉક પણ થયો હતો.
સુરેખા સિકરીને ત્રણ વાર નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. સુરેખા સિકરીએ બધાઇ હો અને બાલિકા વધુ જેવી કેટલીય હિટ અને પૉપ્યૂલર ફિલ્મો, સીરિયલો યાદગાર રૉલ કર્યો છે.
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા સુરેખા સિકરીના મેનેજરે બતાવ્યુ- હાર્ટ એટેક આવવાથી આજે સવારે સુરેખા સિકરીનુ 75 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયુ. બીજીવાર બ્રેન સ્ટ્રૉકના કારણે તે બિમાર જ રહી હતી. પોતાના અંતિમ સમયે સુરેખા સિકરી પોતાના પરિવારની સાથે જ હતી, તેમનો પરિવાર દુઃખની આ ઘડીમાં પોતાની પ્રાઇવસી ઇચ્છે છે. ઓમ સાઇ રામ...
યુપીમાં જન્મેલી સુરેખા સિકરીએ પોતાના બાળપણ અને અલ્મોરા અને નૈનીતાલમાં વિતાવ્યુ. આ એક્ટ્રેસે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. આ પછી તેને દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા જૉઇન કર્યુ. સુરેખા સિકરીને 1989માં Sangeet Natak Akademi Award પણ મળી ચૂક્યો છે.
પરિવાર વિશે----
સુરેખા સિકરીના પિતા એરફોર્સમાં હતા અને તેની માતા અધ્યાપક હતી. તેના લગ્ન Hemant Rege સાથે થયા હતા, સુરેખા સિકરીને એક પુત્ર છે, રાહુલ સિકરી મુંબઇમાં છે અને આર્ટિસ્ટ છે.
અભિનેતા નસીરુદ્દીન શાહ સંબંધમાં સુરેખા સિકરીના બનેવી (Brother-in-Law) થાય છે. સુરેખા સિકરીની બહેન મનારા સિકરી સાથે નસીરુદ્દીન શાહના પહેલા લગ્ન થયા હતા.