શોધખોળ કરો
Advertisement
સુશાંતે આત્મહત્યાના 4 દિવસ પહેલા બહેનને કર્યો હતો આવો મેસેજ, હવે થઇ રહ્યો છે વાયરલ
ચેટમાં શ્વેતા કિર્તીને પોતાની પાસે બોલાવતી દેખાઇ રહી છે, અને સુશાંત પણ કહેતો દેખાઇ રહ્યો છે કે તેનુ બહુ મન કરી રહ્યું છે તેમને મળવા માટે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેના પરિવાર ખુબ જ દુઃખમાં ગરકાવ થઇ ગયુ છે. હવે સુશાંતની મોટી બહેન શ્વેતા સિંહ કિર્તીએ મોતના ચાર દિવસ પહેલા સુશાંત સાથે થયેલી તેની ચેટનો સ્ક્રીનશૉટ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો છે. આ ચેટમાં શ્વેતા કિર્તીને પોતાની પાસે બોલાવતી દેખાઇ રહી છે, અને સુશાંત પણ કહેતો દેખાઇ રહ્યો છે કે તેનુ બહુ મન કરી રહ્યું છે તેમને મળવા માટે.
સુશાંતને બહેને તેને 9 જૂને મેસેજ કર્યો, કેવો છે મારો બાબુ, લવ યુ, મારી પાસે આવવુ છે બેબી અહીં? રાની દી અને તમે આવી જાઓ અહીં. વળી 10 જૂને સુશાંતે લગભગ સવારે 4.45 વાગે આને જવાબ આપતા લખ્યું- બહુજ મન થઇ રહ્યું છે દી. આના જવાબમાં શ્વેતાએ એક મેસેજમાં કહ્યું કે તે ત્યાં તેની પાસે જતો રહે.
તેને લખ્યું- તો આવી જા ને બેબી, એક મહિના માટે. અહીં ચીલ કર. સારુ લાગશે તને. હું મારા મિત્રોને નહીં કહુ કે તુ અહીં છે, તો આ બહાને મળવા નુ પણ થશે. આપણે સારો સમય વિતાવીશુ. ખુબસુરત વૉક્સ પર જઇશુ. લૉન્ગ ડ્રાઇવ પર જઇશું.
સુશાંતની બહેન કિર્તીએ જણાવ્યુ કે તેના જન્મ પહેલા તેના માતા પિતાએ કેટલીય બાઘાઓ અને મન્નતો માગી હતી ત્યારે સુશાંતનો જન્મ થયો હતો. એટલુ જ નહીં શ્વેતાએ કહ્યું સુશાંત પહેલા તેનો એક ભાઇ હતો જે દોઢ વર્ષની ઉંમરમાં જ મૃત્યુ પામ્યો હતો. જોકે ત્યારે શ્વેતાનો જન્મ ન હતો થયો, એટલા માટે તેને જોઇ શકી નથી.
ઉલ્લેખનીય છે કે સુશાંતી આત્મહત્યા બાદ બૉલીવુડમાં નેપૉટિઝ્મની ચર્ચાએ જોર પકડ્યુ છે. સુશાંત 14 જૂને પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion