શોધખોળ કરો
સુશાંત કેસઃ રિયાએ ડ્રગ્સ લેતી હોવાની કરી કબૂલાત, NCB સોમવારે પણ કરશે પૂછપરછ
એનસીબીના અધિકારી સંદીપ વાનખેડેએ કહ્યું, રિયા ચક્રવર્તીની અમે પૂછપરછ કરી રહ્યા છીએ, આજે વિલંબના કારણે પૂછપરછ પૂરી નથી થઈ શકી.

મુંબઈઃ સુશાંત સિંહ મામલે ડ્રગ્સ એંગલથી તપાસ કરી રહેલી એનસીબીએ આજે છ કલાક સુધી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. એજન્સીએ રિયાને આવતીકાલે પણ પૂછપરછ માટે બોલાવી છે. એનસીબીના અધિકારી સંદીપ વાનખેડેએ કહ્યું, રિયા ચક્રવર્તીની અમે પૂછપરછ કરી રહ્યા છીએ, આજે વિલંબના કારણે પૂછપરછ પૂરી નથી થઈ શકી.
રિયા ચક્રવર્તીની એનસીબીએ કરેલી પૂછપરછની જાણકારી એબીપી ન્યૂઝને મળી છે. જેમાં રિયાએ ડ્રગ્સ લેવાની વાત કબૂલ કરી છે. રિયાએ શૌવિક સાથે ડ્રગ્સ ચેટને પણ સાચી ગણાવી છે. તેણે કહ્યું, મેં શૌવિક સાથે આ ચેટ કરી હતી. સૂત્રો મુજબ એનસીબી રિયાના જવાબથી સંતુષ્ટ નથી.
સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં ડ્રગ્સ કેસમાંઝડપાયેલા અભિનેત્રી રીયા ચક્રવર્તીના ભાઈ શોવિકે મોટો ધડાકો કર્યો છે. શોવિકે દાવો કર્યો છે કે, ડ્રગ્સ લાવવા માટેનાં નાણાં રીયા આપતી હતી અને આ નાણાં સુશાંતના ખાતામાંથી કાઢવામાં આવતાં હતાં. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) પાસે આ વાતના મજબૂત પુરાવા છે.
સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શનની તપાસમાં અત્યાર સુધી 6 લોકોની ધરપકડ થઇ ચૂકી છે. આ લોકોમાં સુશાંતનો હેલ્પર દીપેશ સાવંત, અબ્દુલ બાસિત, જૈદ વિલાત્રા, શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા અને અબ્બાસ લખાણીનો સમાવેશ થાય છે. કૈઝન ઇબ્રાહિમની પણ ધરપકડ કરી હતી, પરંતુ શનિવારે તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
Advertisement
