સુષ્મિતા સેને એક તસવીર શેર કરી છે જેમાં તે એક યુવક સાથે વર્કઆઉટ કરતી જોવા મળે છે. તસવીરમાં તેની સાથે વર્કઆઉટ કરતો યુવક કોણ છે તે ઓળખી નથી શકાતું કારણ કે સુષ્મિતા સેને જે તસવીર શેર કરી છે જેમાં ચહેરો નથી દેખાઈ રહ્યો, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સુષ્મિતાની સાથે તેનો નવો બોયફ્રેન્ડ રોહમન શોલ છે.
2/4
આ તસવીર શેર કરતાની સાથે સુષ્મિતા સેને એક સંદેશ પણ આપ્યો છે. પોતાના આ સંદેશમાં સુષ્મિતાએ ઈશારામાં પોતાના સંબંધોને જાહેર કર્યા છે.
3/4
મુંબઈ: અભિનેત્રી સુષ્મિતા સેન અને મોડલ રોહમન શાલના અફેરની ચર્ચા ચાલી રહી છે. હાલના દિવસોમાં સુષ્મિતા સેન ઘણી વાર પોતાના મિત્ર સાથે જોવા મળે છે, બંને એકબીજાને ડેટ કરતા હોવાના પણ રિપોર્ટ્સ સામે આવ્યા છે.
4/4
એક રિપોર્ટ્સ પ્રમાણે આ પહેલા સુષ્મિતા સેને ઋતિક ભસીનને ડેટ કરી રહી હતી, પરંતુ ગત વર્ષે જ બંને એકબીજાથી અલગ થઈ ગયા છે. થોડા દિવસ પહેલા સુષ્મિતાએ તાજમહલની એક તસવીર શેર કરી હતી જેમાં કેટલાક મિત્રો સાથે જોવા મળી હતી. આ તસવીરમાં રોહમન શોલ તેની સાથે જોવા મળ્યો હતો.