ડ્રીમ ગર્લના ડાયરેક્ટર રાજ શાંડિલ્યએ આ બોલિવૂડ એક્ટ્રેસ કહી ‘સસ્તી વસ્તુ’, અભિનેત્રીએ આપ્યો જડબાતોડ જવાબ
સ્વરાની પોસ્ટ બાદ ડિરેક્ટર શાંડિલ્યની ખૂબ જ ટીકા થઈ હતી. ટીકાને જોતા રાજ શાંડિલ્યએ એક્ટ્રેસ પર કરેલી ટિપ્પણીની પોસ્ટ ડિલિટ કરવી પડી હતી.
રાજ શાંડિલ્યએ ફેસબુક પર પોસ્ટ કરી હતી કે, ‘સસ્તી ચીજો પર ધ્યાન ન આપો. સ્વરા ભાસ્કરથી મોંઘુ દૈનિક ભાસ્કર વેચાય છે.’ જ્યારે આ પોસ્ટ પર સ્વરાનું ધ્યાન ગયું તો તેણે ડિરેક્ટરને આ પોસ્ટનો સ્ક્રિનશોટ ટ્વિટર પર શૅર કરતાં જડબાતોડ જવાબ લખ્યો હતો. એક્ટ્રેસે લખ્યું કે,’હવે પછી રોલ ઓફર કરવામાં અને તમારી ફિલ્મનું ટ્રેલર શૅર કરવાની વિનંતીના મેસેજ મોકલતા પહેલા તમે પણ સસ્તી હરકતો વિશે થોડું વિચારી લેજો ગુડ લક @writerraj સર!अगली बार role offer करने और आपकी फ़िल्म के trailer को share करने की request वाले messages भेजने के पहले आप भी ‘सस्ती हरकतों’ के बारे में थोड़ा सोच लेना! :) Good luck @writerraj sir! :) :) pic.twitter.com/t3KPugshfA
— Swara Bhasker (@ReallySwara) January 7, 2020
સ્વરાની પોસ્ટ બાદ ડિરેક્ટર શાંડિલ્યની ખૂબ જ ટીકા થઈ હતી. ટીકાને જોતા રાજ શાંડિલ્યએ એક્ટ્રેસ પર કરેલી ટિપ્પણીની પોસ્ટ ડિલિટ કરવી પડી હતી. રાજ શાંડિલ્યએ પોસ્ટ ડિલીટ કર્યા પછી સ્વરાના ટ્વીટને રિટ્વીટ કરતા માફી માગી, જોકે, આ સાથે જ તેણે એક્ટ્રેસને સમજી-વિચારીને બોલવાની પણ સલાહ આપી.मेरी बात से यदि आपको ठीक नहीं लगी तो दिल से माफ़ी लेकिन एक गुज़ारिश आपसे भी है की आप भी किसीके बारे में कुछ बोलने से पहले सोचा करें चाहे वो देश हो लोग हों या फिर कोई व्यक्ति विशेष...रही बात मेरी तो अगली बार role ऑफर ज़रूर करूँगा क्यूंकि मुझे आपके एक्टर होने पे कोई आपत्ति नहीं... https://t.co/ml95Y0bVPY
— Raaj Shaandilyaa (@writerraj) January 7, 2020
ડિરેક્ટર રાજ શાંડિલ્યનો માફી માગવાનો અંદાજ સ્વરાને જરાપણ ન ગમ્યો અને તેણે ફરીથી રિએક્શન આપતા લખ્યું કે,’જો??? સસ્તી, બિકાઉ જેવી ઘૃણાસ્પદ વાતો પર એક નોર્મલ શાલીન વ્યક્તિને વાંધો તો થશે જ! અને સર બોલતા અને ટાઈપ કરતા પહેલા તમે નથી વિચારી રહ્યાં! અમે તો વિચારધારા અને તર્ક પર વિરોધ કરીએ છીએ, પર્સનલ તમે થઈ રહ્યાં છો. અને તમે અથવા હું કોઈના એક્ટર અથવા તો નાગરિક હોવા પર કયા હકથી વાંધો ઉઠાવી શકીએ છીએ?यदि??? ‘सस्ती, बिकाऊ’ ऐसी ओछि बातों पर एक normal शालीन इंसान को आपत्ति ही होगी! और sir बोलने और type करने से पहले आप नहीं सोच रहे! हम तो विचारधारा और तर्क पर विरोध करते हैं- personal आप हो रहे हैं। और आप या मैं किसी के actor या नागरिक भी होने पर किस हक़ से आपत्ति जता सकते हैं? :) https://t.co/yHN7xJcfDj
— Swara Bhasker (@ReallySwara) January 7, 2020