શોધખોળ કરો
Advertisement
‘તારક મેહતા કા ઉલ્ટા.....’ની વધુ એક એક્ટ્રેસ બની માતા, શેર કરી દીકરાની તસવીર
પ્રિયા આહુજા અને માલવે ઈન્સ્ટાગ્રામ પર બાળકની ઝલક બતાવીને મમ્મી-પપ્પા બનવાની ખુશી વ્યક્ત કરી છે.
મુંબઈઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની રિટા રિપોર્ટરની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ પ્રિયા આહુજા માતા બની ગઈ છે. આ વાતની જાણકારી એક્ટ્રેસે ખુદે આપી છે. પ્રિયાએ બેબી બોયને જન્મ આપ્યો છે. પ્રિયાએ રવિવારે દીકરાને જન્મ આપ્યો છે. જોકે તેણે પોતાની ખુશી ચાર દિવસ બાદ શેર કરી છે. તેણે આ ખુશીને પોતાના ફેન્સની સાથે એક તસવીર શેર કરી છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બ્રેકિંગ ન્યૂઝ આપતી રિટા રિપોર્ટર યાદ છે ને? રિટા રિપોર્ટરનો રોલ કરીને નામના મેળવનારી એક્ટ્રેસ પ્રિયા આહુજા મમ્મી બની ગઈ છે. પ્રેગ્નેન્સીના લીધે છેલ્લા થોડા મહિનાઓથી શોમાંથી ગાયબ પ્રિયા આહુજાની આતુરતાનો અંત આવ્યો છે. લગ્નના 8 વર્ષ બાદ પ્રિયા અને માલવના ઘરે પારણું બંધાયું છે. પ્રિયા આહુજા અને માલવે ઈન્સ્ટાગ્રામ પર બાળકની ઝલક બતાવીને મમ્મી-પપ્પા બનવાની ખુશી વ્યક્ત કરી છે. પ્રિયાએ બુધવારે લીલાવતી હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો છે.
પ્રિયા આહુજાએ બાળકના નાનકડા પગની તસવીર શેર કરતાં લખ્યું, “અમારું ઘર બે ડગલા મોટું થયું છે. ઈટ્સ અ બોય (દીકરો જન્મ્યો). અમારી ખુશીઓનું ઠેકાણું નથી. અમારા બાળકનો જન્મ 27 નવેમ્બરે થયો છે.”
પ્રિયાના પતિ અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ડિરેક્ટર માલવ રાજદાએ પોતાના હાથમાં દીકરાની આંગળી હોય તેવી તસવીર શેર કરી છે. માલવે લખ્યું, “આ હાથમાં અત્યાર સુધી જે પકડ્યું તેમાં સૌથી શ્રેષ્ઠ તું છે.View this post on InstagramFOR ALL THE THINGS MY HANDS HAVE HELD THE BEST BY FAR IS YOU😘😘😘
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement