Taarak Mehta Ka ultah Chashmah: કયા શખ્સના કારણે જેઠાલાલની વધી મુશ્કેલી, ક્યો પ્લાન થઇ ગયો ફેલ, જાણો
સમયસર પેમેન્ટ ન મળતાં જેઠાલાલને દુકાન વેચવી પડે તેવી નોબત આવી છે. આ સ્થિતિમાં જેઠાલાલે એક પ્લાન ઘડ્યો હતો. જેથી દુકાન ન વેચવી પડે પરંતુ એક શખ્સના કારણે આ પ્લાન ચોપટ થઇ ગયો.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:શું જેઠાલાલનો પ્લાન ફેલ થવાનો છે? શું બોગીલાલને પકડવાની તૈયારી અદ્ધરતાલ જ રહેશે? શું જેઠાલાલને નહીં મળે બાકી રહલી 50 લાખની રકમ? ફેન્સ આ તમામ સવાલના જવાહ જાણવા આતૂર છે. કારણ કે એક શખ્સે બગાડી દીધો છે આખો પ્લાન અને ખોલી દીધી છે આખી પોલ.આ શખ્સ બીજું કોઇ નહીં પરંતુ બાગા છે. જેમણે અજાણતાં જ બોગીલાલને પકડવાનો પ્લાન ફેલ કરી દીધો.
બોગીલાલની સામે આવી હકીકત
પેમેન્ટ ન આવતા જેઠાલાલને દુકાન વેચવી ન પડે માટે તેમણે તેમના જમીન વેચવાનું નક્કી કર્યું, જો કે સુંદરલાલે જે વ્યક્તિ સાથે જમીન વેચવાની ડીલ કરી છે, તે વ્યક્તિ બીજી કોઇ નહીં પરંતુ બોગીલાલ જ છે. જેમણે જેઠાલાલને 50 લાખ રૂપિયા આપવાના છે. જો કે તે ખુદ પૈસા દેવા માટે સક્ષમ ન હોવાની વાત કરી રહ્યો હતો. જો કે બોગીલાલની સામે હવે એ હકીકત આવી ગઇ છે કે, ગોકુલધામવાસીઓ તને ફસાવવાની કોશિશ કરી રહ્યાં છે.
[/yt]
50 લાખની સાથે શું જમીન પર હાથથી જશે
હવે સવાલ એ છે કે, 50 લાખની સાથે શું હવે જમીન પણ જેઠાલાલના હાથમાંથી જશે. કારણ કે બોગીલાલ છેતરપિંડી કરતો માણસ છે. જો કે બોગીલાલને ફસાવવા માટે ગોકુલધામ વાસીઓએ તેને સિક્યુરિટી ગાર્ડને પણ બંધક બનાવી લીધો હતો. જો કે બોગીલાલ પણ કંઇ કમ નથી તેમણે મહેતા સાહેબ સામે બંદૂક તાકી દીધી હતી અને જમીનના દસ્તાવેજ લઇને ભાગી જવાની ફિરાકમાં હતો. તો શું બોગીલાલ તેના બદઇરાદામાં સફળ થશે? કે પછી જેઠાલાલની મુશ્કેલી હલ થશે? આ જાણવા માટે આગળના એપિસોડની રાહ જોવો પડશે.