શોધખોળ કરો
Advertisement
Taarak Mehta Ka Ooltah Chashmah માં વાપસી કરવા માંગતી હતી નેહા મેહતા, આ કારણે નથી કરી શકી
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં 12 વર્ષથી અજંલી ભાભીની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ નેહા મેહતા આ શોને અલવિદા કહી ચૂકી છે, જેના બાદ મેકર્સે તેની જગ્યાએ એક્ટ્રેસ સુનયના ફૌજદારને સાઈન કરી લીધી છે.
લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 12 વર્ષથી દર્શકોને મનોરંજન પૂરૂ પાડી રહ્યો છે. આ શો છેલ્લા કેટલાક સમયથી સ્ટારકાસ્ટમાં થયેલા ફેરફારને લઈને પણ ચર્ચામાં છે. આપણે બધા જાણીએ છીએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં અજંલી ભાભીની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ નેહા મેહતા આ શોને અલવિદા કહી ચૂકી છે, જેના બાદ મેકર્સે તેની જગ્યાએ એક્ટ્રેસ સુનયના ફૌજદારને સાઈન કરી લીધી છે.
એવામાં હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના દર્શકો જાણવા માંગે છે કે, નેહા મહેતાએ શો કેમ છોડી દીધો. સૂત્રો અનુસાર, શોના નિર્માતા અસિત કુમાર મોદીએ જણાવ્યું કે, ‘નેહા શોમાં પરત આવવા માંગતી હતી પરંતુ ત્યાં સુધી તેમની જગ્યાએ સુનયના ફૌજદારને સાઈન કરી લેવામાં આવી હતી. જે એક્ટ્રેસને સાઈન કરવામાં આવી છે. તે સારુ કામ કરી રહી છે. એકવાર કાસ્ટિંગ થયા બાદ કોઈને હટાવવું શક્ય નથી. અંજલી કંઈક અલગ કરવા માંગતી હતી. જો કોઈ શોનો હિસ્સો નથી બનવા માંગતુ તો, તેમાં અમે શું કરી શકીએ.’View this post on Instagram
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અસિત કુમાર મોદીએ એ પણ કહ્યું કે, 10 જુલાઈએ અમે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૂટિંગ શરું કર્યું. નેહાએ એપ્રિલ કે મેમાં અમને એખ લેટર મોકલ્યો, જેમાં લખ્યું હતું કે, તેમના માટે શો કન્ટીન્યૂ કરવું મુશ્કેલ થશે. અમે નેહા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ 10 ઓગસ્ટ સુધી કોઈ જવાબ મળ્યો નહોતો.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion