શોધખોળ કરો
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલને 11 વર્ષ પૂર્ણ, જેઠાલાલે કોની બાજુમાં ઉભા રહીને ખેંચાવી તસવીર
થોડા મહિના પહેલા શોની સ્ટારકાસ્ટ ખાસ સેગમેન્ટના શૂટિંગ માટે સિંગાપોર પહોંચી હતી. જ્યાં તેમણે ખૂબ મસ્તી કરી હતી. આ ટ્રીપની Unseen તસવીરો મુનમુન દત્તાએ ચાહકો સાથે શેર કરી હતી.
![‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલને 11 વર્ષ પૂર્ણ, જેઠાલાલે કોની બાજુમાં ઉભા રહીને ખેંચાવી તસવીર Taarak Mehta Ka Ooltah Chashmah Serial completes 11 years after celebration of star cast ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલને 11 વર્ષ પૂર્ણ, જેઠાલાલે કોની બાજુમાં ઉભા રહીને ખેંચાવી તસવીર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/29131028/Serial.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: ટેલિવિઝનના સૌથી પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના 11 વર્ષ પૂરાં થયા છે. 28 જુલાઈ 2008ના રોજ થયેલા આ શોએ રવિવારે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે શોમાં બબીતા ઐય્યરનો રોલ કરતી એક્ટ્રેસ મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર કો-એક્ટર્સ સાથે તસવીરો શેર કરી હતી. આ તમામ તસવીરો સિંગાપોરમાં શૂટ કરવામાં આવેલા સ્પેશિયલ એપિસોડની છે.
થોડા મહિના પહેલા શોની સ્ટારકાસ્ટ ખાસ સેગમેન્ટના શૂટિંગ માટે સિંગાપોર પહોંચી હતી. જ્યાં તેમણે ખૂબ મસ્તી કરી હતી. આ ટ્રીપની Unseen તસવીરો મુનમુન દત્તાએ ચાહકો સાથે શેર કરી હતી.
અભિનેત્રીએ તસવીરો શેર કરતાં લખ્યું હતું કે, ‘ટીમ #TMKOCને 11 વર્ષની શુભકામના.’ સ્ક્રીન પર નહીં દેખાયેલી આ ક્ષણોને જોતા અંદાજો લગાવી શકાય છે કે ‘તારક મહેતા…’ની ટીમે સિંગાપોરમાં કેટલી મસ્તી કરી હશે. તસવીરોમાં શોની અભિનેત્રીઓનો સ્વેગ જોવા મળ્યો રહ્યો છે.
‘તારક મહેતા…’ના સ્ટાર કાસ્ટે 11 વર્ષ પૂર્ણ થયા હોવાથી સેટ પર જોરદાર ઉજવણી કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સીરિયલમાં ટપ્પુનું પાત્ર ભજવતા એક્ટર રાજ અનડકતે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સેલિબ્રેશનનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. ‘તારક મહેતા…’ની ટીમે કેક કાપીને 12માં વર્ષમાં મંગળ પ્રવેશની ઉજવણી કરી હતી.View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)