‘તારક મહેતા’ શોને અલવિદા કહી રહ્યાં છે 'ટપુ' એટલે કે રાજ અનડકટ, જાણો શું છે હકીકત
છેલ્લા કેટલાક દિવસથી એવી ચર્ચાં ચાલી રહી હતી કે, પ્રોડકશન હાઉસ સાથે ચાલી રહેલા કેટલાક ઇશ્યૂના કારણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુની ભૂમિકા અદા કરનાર રાજ અનડકટ આ શો છોડી રહ્યો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: છેલ્લા કેટલાક દિવસથી એવી ચર્ચાં ચાલી રહી હતી કે, પ્રોડકશન હાઉસ સાથે ચાલી રહેલા કેટલાક ઇશ્યૂના કારણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુની ભૂમિકા અદા કરનાર રાજ અનડકટ આ શો છોડી રહ્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી શોમાં બબીતાનો રોલ અદા કરતી મુનમુન દત્તા સાથેના અફેરની વાતો વચ્ચે રાજ અનડકટ આ શો છોડી રહ્યો છે તેવા અહેવાલ હતા. પ્રોડકશન હાઉસ સાથે પણ કેટલાક ઇસ્યૂના કારણે તેમણે આ નિર્ણય લીઘો હતો. જો કે હવે રાજ અનડકટ આ શોનો જ હિસ્સો બની રહેશે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ રાજે આ શોમાં કામ કરવાનું ચાલું રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે તેમને પ્રોડકશન હાઉસ સામે હજું પણ કેટલાક મતભેદો છે તેમ છતાં આ તમામ ઇસ્યૂ સાથે તેમણે શોમાં કામ કરવાનો નિર્ણય લીધો છે.
છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર રાજ અને મુનમુન દત્તાના અફેરની વાતો ચાલી હતી. ઉપરાંત પ્રોડકશન હાઉસ સાથે પણ કેટલાસ ઇસ્યૂ હતા. જો કે આ મુદ્દે રાજે સીધી જ પ્રોડકશન હાઉસ સાથે વાત કરી હતી અને રાજે હવે આ નિર્ણય બદલી દીધો છે અને શોમાં કામ કરવાનું યથાવત રાખવનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનિય છે કે, ભવ્ય ગાંધીએ આ શો છોડ્યા બાદ 2017થી રાજ અનડક્ટ આ શોમાં જોડાયો હતો. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસવીરમાં બબીતાએ ટપુનો હાથ પકડ્યો જોવા મળ્યો હતો . આ તસવીર ટ્રોલ થઇ હતી. જોકે આ પાછળનું સત્ય અલગ જ છે. વાયરલ થઇ રહેલી ટપુ અને બબીતાની તસવીરને ક્રોપ કરવામાં આવી છે. ઓરિજનલ તસવીર 2019ની છે. બબીતા અને ટપુ સેનાના સિંગાપોર ટ્રિપની છે. બબીતાએ જ પોતાના ટ્વિટર હેન્ડલ પર સિંગાપોર ટ્રિપની તસવીરો શેર કરી છે જેમાં બબીતા ટપુ, ગોલી, અને એશાંક મોદી સાથે જોવા મળી રહી છે.નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ મુનમુન તથા રાજે સોશિયલ મીડિયા પર તેમના અફેરની વાતને નકારી કાઢી હતી અને ટ્રોલર્સની ઝાટકણી કાઢી હતી.