ઉલ્લેખનીય છે કે, સલમાન અને તબ્બુ પહેલીવાર 1996 માં આવેલી ફિલ્મ 'જીત'માં જોવા મળ્યા હતા. ત્યારબાદ બન્નેએ ડાયરેક્ટર ડેવિડ ધવનની ફિલ્મ 'બીવી નં 1'માં કામ કર્યું. પછી બન્નેએ સુરજ બડજાત્યાની ફિલ્મ 'હમ સાથ સાથ હૈ' અને 2014 માં આવેલી 'જય હો' સાથે દેખાયા હતાં.
2/5
નોંધનીય છે કે, ભારતમાં સલમાનના અપૉઝિટ લીડ રૉલમાં એક્ટ્રેસ તરીકે પ્રિયંકા ચોપડાને કાસ્ટ કરવામાં આવી છે. બન્ને સ્ટાર્સ લગભગ 10 વર્ષ પછી એકસાથે સિલ્વર સ્ક્રીન પર દેખાશે. આ પહેલા બન્ને 'ગૉડ તુસી ગ્રેટ હો'માં કામ કરી ચૂક્યા છે. 'ભારત' 2019માં ઇદના તહેવારે રિલીઝ થશે.
3/5
હવે નવા રિપોર્ટ્સ અનુસાર, સલમાનની ફ્રેન્ડ અને એક્ટ્રેસ તબ્બુ પણ ફિલ્મમાં મુખ્ય રૉલમાં દેખાશે. અત્યારે તબ્બુના કેરેક્ટરને લઇને કોઇ ખુલાસો નથી થયો પણ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝબરે જણાવ્યું કે, 'હું તબ્બુના કામનો મોટો ફેન છું અને હંમેશા તેની સાથે કામ કરવાની ઇચ્છા રાખું છું. હું ખુશ છું કે તેની સાથેની અનેક મિટિંગ્સ બાદ તે ભારતમાં કામ કરી રહી છે. મને શૂટનો ઇન્તજાર છે.'
4/5
થોડાક દિવસો પહેલા આવેલા રિપોર્ટ્સ અનુસાર, સુનીલ ગ્રોવર અને દિશા પટની ફિલ્મ ભારતનો ભાગ બની ગયા છે અને તે સલમાનના મિત્રોના રૉલમાં દેખાશે.
5/5
મુંબઇઃ દિગ્ગજ બૉલીવુડ સ્ટાર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ભારત ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મના કાસ્ટને લઇને અનેકવાર જુદીજુદી વાતો સામે આવી છે. હવે પ્રિયંકા ચોપડા બાદ હવે વધુ એક એક્ટ્રેસનું નામ સામે આવ્યું છે. નવા અપડેટ્સમાં જાણવા મળ્યુ છે કે, હૉટ એક્ટ્રેસ પણ આ ફિલ્મમાં કામ કરી રહી છે.