શોધખોળ કરો
Advertisement
કોરોનાવાયરસઃ આ સુપરસ્ટારનો પુત્ર કેનેડામાં ફસાઈ ગયો, જાણો વિગતે
કોરોના મહામારીના કારણે માત્ર ભારત જ નહીં વિશ્વમાં પણ ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે. કોરોના વાયરસના કારણે ફલાઇટ બંધ થઈ જતાં તમિલના સ્ટાર એક્ટર વિજય પણ કેનેડામાં અટવાઈ ગયો છે.
ચેન્નઈઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. આમ આદમીથી લઈ સેલિબ્રિટી તેનો ભોગ બન્યા છે. કોરોના મહામારીના કારણે માત્ર ભારત જ નહીં વિશ્વમાં પણ ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે. કોરોના વાયરસના કારણે ફલાઇટ બંધ થઈ જતાં તમિલના સ્ટાર એક્ટર વિજય પણ કેનેડામાં અટવાઈ ગયો છે.
તમિલ એક્ટર વિજયનો પુત્ર જેસન સંજય હાલ કેનેડામાં ફિલ્મમેકિંગનો કોર્સ કરી રહ્યો છે. મનોરમા ઓનલાઈનના રિપોર્ટ પ્રમાણે વિજયને મહામારીના કારણે કેનેડામાં ફસાયેલા તેના પુત્રના સ્વાસ્થ્યની ચિંતા થાય છે. જેસને શોર્ટ ફિલ્મનું ડિરેકશન પણ કર્યુ છે અને ટૂંક સમયમાં તમિલ ફિલ્મનું ડિરેકશન પણ કરવાનો છે.
થોડા દિવસો પહેલા ઈન્કમટેક્સ વિભાગે વિજય સહિત જાણીતા પ્રોડ્યુસર અંબુ ચેઝિયાનના રહેઠાણ પર રેડ કરી હતી. જેમાં આશરે 65 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહી વખતે વિજય તેની આાગામી ફિલ્મ માસ્ટરનું શૂટિંગ કરતો હતો. તે સમયે ફિલ્મના સેટ પર જ તેની પૂછપરછ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement