શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસે પતિની સામે જ એક્સ બોયફ્રેન્ડને હથોડી મારી મોતને ઘાટ ઉતાર્યો, જાણો કેમ કરી હત્યા
એક રિપોર્ટ અનુસાર પોલીસે માહિતી આપી હતી કે એસ. દેવીએ આવું પગલું એટલા માટે ભર્યું કારણ કે તેનો આ એક્સ બોયફ્રેન્ડ ફરીવાર તેમની સાથે સંબંધો શરૂ કરવાની જીદ કરી રહ્યો હતો.
નવી દિલ્હીઃ એક 42 વર્ષીય ટીવી અભિનેત્રીએ તેના એક્સ બોયફ્રેન્ડને એટલો માર્યો કે તે મરી ગયો. ટીવીની આ અભિનેત્રીએ તેના એક્સને તેની બહેનના ઘરે ફટકાર્યો હતો અને ત્યારબાદ તેના માથામાં ડંડા અને હથોડા મારી મારીને માથુ ફોડી નાખ્યું. દિલને ધ્રાસ્કો પાડી દે તેવી આ ઘટના ચેન્નઈની છે. આ ઘટનાને અંજામ આપનાર ટીવી એક્ટ્રેસ એસ. દેવીએ પોલીસમાં જઈને પોતાનો ગુનો પણ કબૂલ્યો છે. દેવી તેમજ તેના પતિ બી.શંકરની આ ગુનામાં ધરપકડ કરાઈ છે.
એક રિપોર્ટ અનુસાર પોલીસે માહિતી આપી હતી કે એસ. દેવીએ આવું પગલું એટલા માટે ભર્યું કારણ કે તેનો આ એક્સ બોયફ્રેન્ડ ફરીવાર તેમની સાથે સંબંધો શરૂ કરવાની જીદ કરી રહ્યો હતો. એસ.દેવીએ પોલીસ તપાસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર પણ કર્યું છે. પોલીસે એસ.દેવી તેમજ તેના પતિ બી.શંકર, દેવીની બહેન એસ. લક્ષ્મી અને એસ. લક્ષ્મીના પતિ સાવરિયર બધાની ધરપકડ કરી લીધી છે. આ બધાને એમ રવિની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. 38 વર્ષીય એમ રવિ ફિલ્મોમાં ટેક્નીશન તરીકે કામ કરતો હતો. કોર્ટે તમામને જેલમાં મોકલી દીધા છે.
જાણકારી અનુસાર, રવિ અને એસ દેવી બંને દોસ્ત હતા અને એક ટીવી સીરિયલ માટે સાથે કામ કરતા હતા. બે વર્ષ પહેલા દેવીના પતિને આ અફેર વિશે ખબર પડી ગઈ. પતિ શંકરે પોતાની પત્ની દેવીને આ રિલેશનશિપમાંથી બહાર આવવા માટે મનાવી લીધી. રવિવારે રાતે 1.30 વાગ્યે રવિ દેવીની બહેન લક્ષ્મીના ઘરે પહોંચ્યો અને કહેવા લાદ્યો કે, દેવી તેની સાથે આવી જાયય. લક્ષ્મીએ ફોન કર્યો તો દેવી અને તેનો પતિ શંકર સ્થળે પહોંચ્યા.
પોલીસ અનુસાર, રવિની માંગણીથી ત્રસ્ત થઈને દેવીએ તેના માથા પર હથોડાથી વાર કર્યો. રવિના માથા પર ઈજા થયા બાદ તે ત્યાં જ પડી ગયો. ત્યારબાદ રવિએ રાજમંગલમ જઈને હત્યાની વાત સ્વીકારી અને સરેન્ડર કરી દીધું. પોલીસની ટીમ લક્ષ્મીના ઘરે પહોંચી ઇને રવિને હોસ્પિટલ લઈ પણ ત્યાં સુધી રવિનું મોત થઈ ચૂક્યું હતું. હત્યાનો કેસ નોંધ્યા બાદ પોલીસે ચાર લોકોને અરેસ્ટ કરી લીધા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion