શોધખોળ કરો
Advertisement

#MeToo: બોલિવૂડની આ એક્ટ્રેસ આમિર ખાન પર ભડકી, કહ્યું- ‘એ મોટો મતલબી છે’
આમિર ખાને કહ્યું હતું કે તેણે સુભાષ કપૂર પર લાગેલ આરોપોને ક્રોસ ચેક કરવાનો પ્રયત્ન કર્યો.

નવી દિલ્હીઃ આમિર ખાન, ગુલશન કુમારની બાયોપિક મોગુલમાં કામ કરી રહ્યા છે. પહેલા તેમણે આ ફિલ્મ છોડી દીધી હતી. તેનું કારણ ફિલ્મના ડાયરેક્ટર સુભાષ કપૂર પર લાગેલ મીટૂના આરોપ હતા. પોતાના હાલના નિવેદનમાં આમિર ખાને કહ્યું હતું કે તેણે સુભાષ કપૂર પર લાગેલ આરોપોને ક્રોસ ચેક કરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે તેને સુભાષ વિરૂદ્ધ કોઈ પૂરાવા ન મળ્યા તો તે ફરીથી મોગુલની સાથે જોડાઈ ગયા.
ઉલ્લેખનીય છે કે ડાયરેક્ટર સુભાષ કપૂર પર ગીતિકા ત્યાગી નામની એક મહિલાએ છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો કે જેનો હજુ કોર્ટમાં કેસ ચાલુ છે. જ્યારે પહેલી વાર સુભાષ સાથે કામ કરવાની વાત આવી તો આમિરે ના પાડી દીધી હતી. પરંતુ હવે આ વખતે આમિરે જ સુભાષને આ ફિલ્મ ડાયરેક્ટ કરવાની જીમ્મેદારી આપી છે.
આ વાત પર આમિરનો તર્ક છે કે જ્યારે તેને ખબર પડી કે સુભાષને આવા આરોપોનાં કારણે કામ નથી મળતું તો એને અફસોસ થયો. સુભાષ સાથે કોઈ કામ કરવા માટે રાજી નહોતું. એવામાં આમિરે જેવું જ બીજી વાર મોગુલમાં કામ કરવા માટે હા પાડી તો સુભાષને પણ તેની સાથે લઈ લીધો.
તો આ તરફ ભારતમાં મીટુ અભિયાન શરૂ કરનાર તનુશ્રી દત્તાને આ વાતની જાણ થઈ તો તે આમિર ખાન પર ભડકી છે. તેણે ધારદાર કટાક્ષ કર્યો છે. તેણે કહ્યું કે આમિર મોટો મતલબી છે. તેણે સુભાષનું ભલુ કરવા માટે આવું નથી કર્યું પણ પોતાની સુવિધા સાચવવા માટે આવું કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement
