મુંબઈઃ ટીવીના જાણીતા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ માટે માઠા સમાચાર છે. શોમાં ‘દયાબેન’નું પાત્ર ભજવતી એક્ટ્રેસ દિશા વાકાણી હવે નહીં જોવા મળે. દિશા ઘણા લાંબા સમયથી શોમાંથી ગાયબ છે. તે વાપસી કરશે તેમ કહેવામાં આવતું હતું પરંતુ હવે એક્ટ્રેસે શો છોડવાનો ફેંસલો કરી લીધો છે.
2/4
દિશાએ શો છોડવા માટે અંગત કારણ જણાવ્યું છે. દીકરીના જન્મ બાદ તે ફેમિલીને વધારે સમય આપવા માંગે છે. આ કારણે હવે દિશા પ્રોફેશનલ લાઇફથી દૂર પર્સનલ લાઇફમાં માતાની જવાબદારી નિભાવવાની તૈયારીમાં છે. દિશા વાકાણી શો છેડી રહી છે તે અંગે જ્યારે સ્ટાર કાસ્ટને પૂછવામાં આવ્યું ત્યારે કંઈ જણાવવાનો ઈનકાર કર્યો હતો.
3/4
‘તારક મહેતા…..’ દ્વારા દિશાને એક અલગ જ ઓળખ મળી હતી. પુત્રીના જન્મ બાદ દિશા શોમાંથી લગભગ અદ્રશ્ય થઈ હતી. તેણે ડિલીવરી બાદ શોમાં વાપસી પણ કરી હતી પરંતુ વચ્ચે વચ્ચે બ્રેક લેતી રહી હતી. બ્રેકના કારણે શોના ટીઆરપી પર અસર થઈ હતી.
4/4
સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે દિશા શો છોડી દેશે તે નક્કી થઈ ગયું છે. શો છોડતાં પહેલા તેના અનેક સ્પેશલ શોટ શૂટ કરવામાં આવ્યા છે. આ શોટ્સને શોની વચ્ચે ફિલરની જેમ યૂઝ કરવામાં આવશે.